ATMમાં મદદનાં બહાને ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ
સુરત, શહેરમાં અલગ-અલગ બેન્કના એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરીને મદદના બહાને લોકોને વાતોમાં ભોળવી પાસવર્ડ ચોરી કરી એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગની સુરત શહેર સાઇબર ક્રાઈમ સેલ તથા પાંડેસરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ધરપકડ કરી છે.
પોલીસે આ ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડયા છે અને તેઓની પાસેથી અલગ-અલગ બેંકોના ૧૯ એટીએમ કાર્ડ પાંચ નંગ મોબાઇલ એક ફોરવીલ અને પંદર હજાર રોકડા રૂપિયા કબજે કર્યા હતા આ આરોપીઓ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તથા ગુજરાત રાજ્યના અલગ-અલગ શહેરોમાં લોકોને ટાર્ગેટ કરતા હતા.
સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકો સાથે ઠગાઇ થવાના કિસ્સાઓ વધી રહ્યા હતા. ત્યારે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ અને પાંડેસરા પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી એટીએમ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો પાંડેસરા સ્થિત રામેશ્વરનગરમાં રહેતો એમ્બ્રોઇડરી કારખાનાનો કારીગર ક્રિષ્ણકુમાર શોભનાથ પાલ ૩ સપ્ટેમ્બરે ઘર નજીક તેરેનામ રોડ પર એસબીઆઇ બેંકના એટીએમમાં રોકડ ઉપાડવા ગયો હતો. ખાતામાંથી ૫ હજાર ઉપાડયા બાદ વધુ ૧ હજાર ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ રોકડ ઉપાડી નહીં શકતા એટીએમ સેન્ટરમાં ઉભેલા મદદરૂપ થવાના બહાને ચાલાકી પૂર્વક એટીએમ કાર્ડ બદલી લીધો હતો. ક્રિષ્ણકુમારે એસબીઆઇના એટીએમમાંથી રોકડ નહીં ઉપડતા બાજુમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં ગયો હતો. પરંતુ ત્યાં પણ રોકડ નહીં ઉપડતા ઘરે ચાલ્યો ગયો હતો. ઘરે પહોંચ્યો ત્યારે ક્રિષ્ણકુમારના મોબાઇલ પર ૪૮૦૦ રૂપિયા વિડ્રોલ થયાનો મેસેજ આવ્યો હતો.
જેથી ક્રિષ્ણકુમારે એટીએમ કાર્ડ ચેક કરતા તેનુ કાર્ડ બદલાય ગયુ હતુ. તેની પાસે ધર્મેન્દ્ર ધર્મરાજ નામની વ્યક્તિનું કાર્ડ આવી ગયુ હતુ. જેથી આ અંગે ક્રિષ્ણકુમારે પાંડેસરા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જાે કે ફરિયાદનાં આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી ટોળકીને ઝડપી પાડી હતી.
આ ટોળકી મહારાષ્ટ્ર ગુજરાત તથા ઉત્તર પ્રદેશ રાજ્યના અલગ-અલગ શહેરોમાં એટીએમ ફ્રોડની ઘટનાને અંજામ આપતી હતી. આ ટોળકી અલગ અલગ રાજ્યના અલગ-અલગ શહેરોમાં જઈ બેન્કના એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરતી હતી. જેમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની મદદ કરવાના બહાને આ ટોળકી લોકોને વાતોમાં ભોળવી લીધી હતી અને પાસવર્ડ જાેઈએ એટીએમ કાર્ડ બદલી દેતી હતી.SSS