5 મિનિટમાં કરી ૧૭ લાખની લૂંટઃ ATMને ગેસ કટરથી કાપ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Palsana_ATM.jpg)
તસ્કરોએ પ થી ૭ મિનિટમાં સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપ્યો
પલસાણા, સુરત નજીક પલસાણા ચાર રસ્તા ખાતે પેટ્રોલપંપની બાજુમાં આવેલ કેશરી નંદન કોમ્પલેક્ષમાં રાત્રિના ર.૧૦ વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં આવેલા ૩ જેટલા તસ્કરોએ માત્ર પાંચથી સાત મિનિટમાં ગેસ કટરથી આઈડીબીઆઈ બેન્કનું એટીએમ મશીન કાપી અંદરથી ૧૭,૦૦,૭૦૦ રૂપિયાની રોકડ ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે
ઘટનાને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ બાજુના એટીએમ મશીનને બેંક કર્મચારીઓએ જ ટાર્ગેટ બનાવીને ર૭ લાખથી વધુની રોકડ ચોરી ગયા હતા. આ મશીનમાં મંગળવારના રોજ જ કેશ લોડ કરવામાં આવી હતી
બુધવારે મળસ્કે સવા બે વાગ્યાની આસપાસ એક કાળા રંગની સ્કોર્પિયો કારમાં ત્રણ જેટલા તસ્કરો બે ગેસ કટર મશીન લઈને આઈડીબીઆઈ બેન્કના એટીએમ રૂમમાં પ્રવેશી અંદરથી શટર બંધ કરી દીધું હતું.
ગણતરીની મિનિટોમાં એટીએમ મશીનનો આગળનો ભાગ ગેસ કટર વડે કાપી તેમાં રહેલી કેશટ્રે માંથી ૧૭,૦૦,૭૦૦/- રોકડા ચોરી કરી નાસી છુટયા હતા તસ્કરોએ પ થી ૭ મિનિટમાં સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.