ATS દ્વારા ૩૮ લાખના ડ્રગ્સ સાથે બેની અટકાયત
અમદાવાદ, દેશના યુવા ધન ને બરબાદ કરવા કેટલાક લોકો માદક દ્રવ્ય ની હેરાફેરી કરી વેચાણ કરતા હોય છે અને આવા લોકો ને પકડવા રાજ્યના પોલીસ વડાએ એ ખાસ સૂચના આપી છે જેને લઈ એન્ટી ટેરરિસ્ટ સ્કવાડ અવારનવાર આવા લોકોની ધરપકડ કરતી હોય છે. મેથાએમફેટામાઇન લઈને જતા બે શખ્સોને ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે અને તેની પાસે થી ૩૮ લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે ૨ લોકો અમદાવાદ માં આવેલ સુએજ ફાર્મ રોડ પર થઈ શાસ્ત્રી બ્રિજ થઈ જુહાપુરા જવાના છે જે માહિતી ના આધારે છ્જી ટીમે વોચ ગોઠવી ત્યારે ત્યાં થી બાતમી ના આધારે એક કાર પસાર થતા તેને રોકી હતી.કાર રોકી તપાસ કરી તો તેમાં ૩૮૦ ગ્રામ મેથાએમફેટામાઇન નો જથ્થો મળી આવ્યો હતો.
જે માદક દ્રવ્ય ની કિંમત ૩૮ લાખ થાય છે. એટીએસએ નસરુદ્દીન કાઠિયારા અને જાવેદ અલી ની ધરપકદ કરી છે અને બંને આરોપીઓ અમદાવાદ ના રહેવાસી છે.આરોપી ની તપાસ માં સામે આવ્યું છે કે આ માદક દ્રવ્ય તેમના એક મધ્યપ્રદેશના પ્રતાપગઢના મિત્ર અકબરખાંન પઠાણ મારફતે ઇન્દોરથી ખરીદીને લઈ ને આવ્યા હતા. હાલ માં બંને આરોપીઓ ની છ્જી તપાસ કરી રહી છે કે આ લોકો આ માદક દ્રવ્ય નો વેપાર અમદાવાદ માં કેટલા સમયથી કરી રહ્યાં છે અને કોણ તેમની પાસેથી આ ડ્રગ્સની ખરીદી કરે છે.