દિલ્હીમાંથી મૌલવીની ધરપકડ: હજુ પણ અડધો ડઝન મૌલાનાઓ એજન્સીઓની રડારમાં
ત્રિપુરામાં નવેમ્બરમાં રમખાણોમાં મૌલાના ૨૧ દિવસ જેલમા રહ્યો, મૌલાના ઝેરીલા ભાષણ માટે કુખ્યાત
ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીમાંથી મૌલવીની ધરપકડ
(એજન્સી) અમદાવાદ, ધંધુકાના કિશન ભરવાડની હત્યાના તાર હવે અન્ય રાજ્યો સુધી લંબાયા છે. ધંધુકા હત્યા કેસમાં વધુ એક મૌલવીની અટકાયત કરાઈ છે. ગુજરાત એટીએસની ટીમે દિલ્હથી મૌલાનાની અટકાયત કરી છે, અને તેને દિલ્હીથી ગુજરાત લઈને આવા માટે રવાના થઈ છે. ATS arrests Maulana Kamar Gani from Delhi on charges of Radicalising and funding Killers- 3 more Maulvis on radar in #KishanBharvad murder case Dhandhuka Gujarat
બીજી તરફ, ધંધૂકામાં યુવકની હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે બોટાદનું બરવાળા અને આણંદના તારાપુરમાં હિંદુ સમાજે બંધનું એલાન આપ્યુ છે. ધંધૂકાના કિશર ભરવાડ હત્યા કેસમાં મૂળ ઉત્તરપ્રદેશના મૌલવીની સંડોવણી બહાર આવી છે.
ગુજરાત એટીએસ મોડી રાતે મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. ગુજરાત એટીએસની ટીમે મધરાતે દિલ્હીમાંથી મૌલવીને ઉઠાવ્યો છે. દિલ્હીના મૌલવી કમરગની ઉસ્માનીને એટીએસની ટીમે ઉઠાવ્યો છે. કમરગની તહેરીક-એ-ફરોગ-ઇસ્લામી નામનું સંગઠનનો સ્થાપક છે.
ત્રિપુરામાં નવેમ્બરમાં રમખાણોમાં પણ આ મૌલાના ૨૧ દિવસ જેલમા રહ્યો હતો. મૌલાના ઝેરીલા ભાષણ અને ઉશ્કેરણી માટે કુખ્યાત છે. તે ધર્મના નામે યુવાનોને ઉશ્કેરે છે. હજુ પણ અડધો ડઝન મૌલાનાઓ એજન્સીઓની રડારમાં છે. મૌલાના કમરગની ઉસ્માની ઉત્તરપ્રદેશના બારાબાંકીનો છે.
ધંધુકા કિશન ભરવાડની હત્યા મામલે તપાસ તેજ બની છે. પોલીસની તપાસમાં નવા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યુ કે, અન્ય લોકો પણ ટાર્ગેટ પર હતા. માઈન્ડ વોશ કરી આરોપીઓને ભડકાવવામાં આવ્યા હતી. જેમાં ૪ મૌલવીઓની સંડોવણી પણ સામે આવી છે.
ગુજરાત એટીએસ દ્વારા આ મામલે વધુ ખુલાસાઓ કરવામા આવશે. ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. આજે બોટાદનુ બરવાળા ગામ સજ્જડ બંધ છે. ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓએ બંધને સમર્થન આપ્યુ છે.
તો બીજી તરફ આણંદના તારાપુર ગામમાં પણ બંધ પાળવામા આવ્યો છે. આરોપીને કડક સજા તે માંગ સાથે ગ્રામજનોએ બંધ પાળ્યો છે. કિશન ભરવાડની હત્યા કેસમાં રોજે રોજ નહી પણ દર કલાકે નવા ખુલાસા થઈ રહ્યાં છે. અગાઉ બે આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ પછી અમદાવાદના એક મૌલાનાને પણ મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીઓની પુછપરછમાં એ સામે આવ્યુ કે કિશનની હત્યા પાછળ દેશ સાથે ગદ્દારી કરનાર આ મૌલાના છે.
જેમના ભડકાઉ ભાષણોથી આરોપી પ્રેરિત થયા હતા. તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન એટલે કે, ્ન્ઁ આ એ સંગઠન છે જેમનો સીધો સંબંધ કિશન ભરવાડની હત્યા સાથે છે. આ એ સંગઠન છે જેનો વડો હતો ખાદિમ હુસૈન રિઝવી અને આ એ સંગઠન છે
પરંતુ એક સમયે ઈમરાનની ખુરશી માટે ખતરો બની ગયું હતું. ધંધૂકામાં માલધારી યુવકની હત્યાની ઘટના સામે આક્રોશ ગુજરાતના એક એક જિલ્લા અને એક એક તાલુકામાં પ્રસરતો જઈ રહ્યો છે. આ આક્રોશ માત્ર એક હત્યા સામે નહીં પરંતુ ધાર્મિક કટ્ટરપંથીનું દુષણ ફેલાવનારાઓ એવા તત્વો સામે છે જે ધર્મના નામે હિંસા પસંદ કરે છે.