રાયફલ કલબમાં રાજયની ૭૦૦ બહેનોને એટેક અને ડિફેન્સની ટ્રેનિગ અપાઈ
(એજન્સી)અમદાવાદ, ખાનપુર સ્થિત રાયફલ કલબ ખાતે રવીવારે સમગ્ર રાજયમાંથી આવેલી ૭૦૦ બહેનોને સેલ્ફ ડીફેન્સની સાથોસાથ એટેકની ટ્રેનીગ અઅપાઈ હતી.એક દિવસીય નિઃશુલ્ક કેમ્પમાં મેન્ટલ ડીલ સેલ્ફ ડીફેન્સ ટેકનીકલ બોકસીગ કરાટે જુડો, સ્ટિક લાઠી, તલવારબાજી, શુટીગ અને સાયબર સેફટી ઈન્ફોર્મેશનની ટ્રેનીગ અપાઈ હતી. કલબના જનરલ સેક્રેટરી મનીષ પટેલે કહયું કે, વર્તમાન સમયે બહેનોને એટેકની ટ્રેનીગની ખાસ જરૂર છે.
કેમ્પમાં મર્યાદા કરતા ઓવર રજીસ્ટ્રેશન થઈ ગયું હોવાથી બે ભાગમાં ટ્રેનીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી અઠવાડીયામાં કલબ દ્વારા શહેરની વિવિધ સ્કુલો કોલેજાેમાં જઈ વિધાર્થીનીઓને ટ્રેનીગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કુલો તરફથી કલબને અરજીઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે.