કાંકરીયા ગામે આદિવાસી યુવાનો પર ટોળાનો હુમલો
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ૨૮ મી ઓક્ટોમ્બરના રોજ ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢેલા છોકરા બાબતે આરોપીના છોકરાને કહેવા ગયો હતો.જેની રીષ રાખી આરોપીએ ફરિયાદી તથા તેના પિતા તેમજ તેના મિત્રોને પણ ડાંગના સપાટા મારી ઈજાગ્રસ્ત કર્યા હતાં.જે બાબતે આમોદ પોલીસ મથકે ૨૯ મી ઓક્ટોબરના સાંજના સમયે મારામારી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના કાંકરીયા ગામે ૨૮ મી ઓક્ટોમ્બરના રોજ જયેશ નામનો છોકરો ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢ્યો હતો.જે બાબતે અશ્વિન વસાવાએ હરજી ભરવાડના છોકરાને કહ્યું હતું કે તમારી ભેંસો શોધવા જયેશ પાણીની ટાંકી ઉપર ચઢ્યો હતો અને કદાચ પડી ગયો હોત તો તમારું જ નામ આવતું.
જેની રીષ રાખી ૨૯ મી ઓક્ટોમ્બરે સવારના સમયે અશ્વિન તથા તેના પિતાને હરજી ભરવાડે ગમે તેમ ગાળો બોલતો હતો જે બોલવાની અશ્વિન વસાવાએ ના પાડતા હરજી ભરવાડે અશ્વિનને અપમાનિત જાતિ વિષયક શબ્દો બોલી ડાબા હાથના કાંડાના ભાગે ડાંગનો સપાટો મારતા અશ્વિનના પિતા ધીરજ વસાવા છોડાવવા વચ્ચે પડ્યા હતા.
જેથી હરજીએ તેમને પણ ડાંગના સપાટા મારવા લાગતા અશ્વિનને બુમો પાડતા ક્રિકેટ રમતાં છોકરાઓ નજીકથી દોડી આવ્યા હતા.અને વચ્ચે પડ્યા હતા.જેમાં મહેન્દ્રભાઈ હસમુખ વસાવા,અરવિંદભાઈ વસંતભાઈ વસાવા,વિજય ધીરજ વસાવા,જગદીશ વસંત વસાવા અતિશ બાબુભાઈ વસાવાને પણ બરડાના ભાગે ડાંગના સપાટાઓ મારી તેઓને પણ જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેની તપાસ જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે.
આ ઉપરાંત આમોદ તાલુકાના કાંકરીયા ગામે ગત તા.૩૦ મી ના સાંજના સમયે આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ આપી હોય જેની રીષ રાખી કાંકરીયા ગામના બસ સ્ટેન્ડ પાસે મેલડી નગર તેમજ ખોડિયાર નગરમાં રહેતા હરજી ભરવાડ તેમજ તેના ૨૧ થી વધુ સાગરીતોએ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં કડી વાળી ડાંગ તથા લાકડી લઈને નાના બાળક નામે અનિકેતને લાકડીનો સપાટો માર્યો હતો.
જેથી રાજુ ઉર્ફે અનિલ સોલંકી તથા વિજય ચંદુ આર્ય કહેવા જતાં બીજલ નાગજી ભરવાડે રાજુને તું આજ કાલ મોટો સરપંચ થઈ ગયો છે. તને પતાવી જ દેવો છે.તેમ કહી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે ડાંગ નો સપાટો મારી દીધો હતો.તેમજ અન્ય ભરવાડોએ પણ હાથ પગ તેમજ બરડાના ભાગે લાકડાના સપાટા માર્યા હતા.