Western Times News

Gujarati News

પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો, ૪૭નાં મોત

ક્વેટા, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સૈન્યના કાફલા પર બળવાખોર બલૂચ લિબરેશન આર્મી (બીએએલ)ના ‘આત્મઘાતી યુનિટ’ એ હુમલો કર્યાે છે. આ હુમલામાં પાકિસ્તાન સુરક્ષા દળોના ૪૭ સૈનિકોના મોત થયા છે, જ્યારે ૩૦થી વધુ ઘાયલ થયા છે.

ઇજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા જીયંદ બલૂચે કહ્યું કે, હુમલો તુર્બત શહેરથી લગભગ આઠ કિલોમીટર દૂર બેહમાન વિસ્તારમાં સાંજે લગભગ ૫ઃ૪૫ કલાકે થયો.

જીયંદે કહ્યું કે હુમલા માટેનું ટાર્ગેટ ૧૩ વાહનોનો સૈન્ય કાફલો હતો, જેમાં પાંચ બસો અને સાત સૈન્ય વાહનો સામેલ હતા. જે કરાંચીથી તુર્બેટમાં ળન્ટિયર કોર્પ્સ(એફસી) હેડક્વાર્ટર જઈ રહ્યા હતા.બલૂચ લિબરેશન આર્મી(બીએલએ)નો મુખ્ય ઉદ્દેશ્ય બલૂચિસ્તાનને પાકિસ્તાનમાંથી આઝાદ કરવાનો છે.

આ સંગઠન પાકિસ્તાન સરકાર પર બલૂચિસ્તાનના વિશાળ પ્રાકૃતિક સંસાધનોના ખનન અને ક્ષેત્રમાં ગંભીર માનવાધિકારોના હનનનો આરોપ લગાવતું રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બીએલએને બલૂચિસ્તાનમાં સક્રિય સૌથી મોટા સશસ્ત્ર સમૂહ માનવામાં આવે છે. બીએલએના હજારો સભ્યો છે.

બીએલએએ દાવો કર્યાે કે આ હુમલો તેમની જાસૂસી વિંગ જીરાબની મદદથી સફળ થઈ શક્યો છે. જીરાબે ચોક્કસ માહિતી આપી હતી કે એક દુશ્મનનો કાફલો કરાંચીથી તુર્બત શહેર તરફ નીકળી રહ્યો હતો અને એમાં પાકિસ્તાન સૈન્યના સૈનિકો સામેલ હતા. હુમલાખોરની ઓળખ તુર્બતના આત્મઘાતી સંગત બહાર અલી તરીકે થઈ છે.

બીએલએના જણાવ્યા પ્રમાણે એ ૨૦૧૭માં બલૂચ રાષ્ટ્રીય આંદોલનમાં સામેલ થયો હતો અને શહેરી તથા પર્વતીય બંને મોરચા પર સેવા આપી રહ્યો હતો.

૨૦૨૪માં બીએલએ સૌથી સક્રિય ગ્રુપ બની રહ્યું હતું. જેણે ૩૦૨ આત્મઘાતી હુમલા કર્યા, જેમાં કથિત રીતે ૫૮૦થી વધુ લોકોનાં મોત થયા છે અને ૩૭૦થી વધુ ઘાયલ થયા છે. આ ગ્રુપે ૨૧ જિલ્લામાં ૨૪૦ ક્ષેત્રોમાં ઓપરેશન પાર પાડ્યાનો દાવો કર્યાે છે. રિપોર્ટ પ્રમાણે આ તમામ હુમલાઓમાં બીએલએના ૫૨ લડવૈયા માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે મજીદ બ્રિગેડના હતા. મજીદ બ્રિગેડ હાઈ-પ્રોફાઈલ આત્મઘાતી અભિયાનોને અંજામ આપે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.