AMCઅધિકારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની આપી ધમકી
અમદાવાદ, નજીવી બાબતે ગુસ્સો આવી જતાં હત્યા કરી નાખવા જેવા કિસ્સાનું આજકાલ ઘણું પ્રમાણ જાેવા મળી રહ્યું છે. આવો જ એક કિસ્સો હાલમાં નોંધાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઓફિસરે બુધવારે પોતાના પર હુમલો થયો હોવાની ફરિયાદ નોંધાવી છે. માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તેમણે આરોપ મૂક્યો છે કે, એક શખ્સે છરીથી તેની હત્યા કરવાની ધમકી આપીને તેના પર હુમલો કર્યો હતો.
શાહપુરમાં બનેલા નવા રોડ પાસે આ શખ્સનું મકાન આવેલું છે અને ત્યાં સ્પીડબ્રેકર એટલે કે બંપ બનાવવા માટે બંને વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ આ શખ્સે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સાણંદની શાંન્તનુ સોસાયટીમાં રહેતા કિરણ અસારીએ પોતાની હ્લૈંઇમાં જણાવ્યું છે કે, તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ સ્ટોર ડિપાર્ટમેન્ટમાં સુપરવાઈઝર છે. તેમની દેખરેખ હેઠળ શાહપુરમાં રામલાલનો ખાડો નજીક કંસ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું.
મનીષ ઠાકોર નામનો એક શખ્સ તેમની પાસે આવ્યો અને પોતાના ઘર પાસે આવેલા રોડ પર બંપ બનાવવાની માગ કરી હતી. ત્યારે કિરણ અસારીએ કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના રોડ પર કોઈપણ ફેરફાર કરી શકાશે નહીં. જે બાદ કથિત રીતે મનીષ ઠાકોર રોષે ભરાયો હતો અને તેણે કિરણ અસારી સાથે ગાળાગાળી કરી હતી અને તેમના પર હુમલો કર્યો હતો.
મનીષ ઠાકોરે કિરણ અસારી સામે છરી ચીંધી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન, સ્થાનિકો કિરણ અસારીની મદદે દોડી આવ્યા હતા અને તેને છોડાવીને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
બાદમાં કિરણ અસારીએ માધવપુરા પોલીસ પાસે ઈજા પહોંચાડવાની અને જાહેર સેવકના કામમાં અવરોધ નાખવાની ફરિયાદ નોંધાવી હતી.SS1MS