Western Times News

Gujarati News

ચારૂતર વિદ્યામંડળની જમીન પચાવી પાડવાનો પ્રયાસ

જેસીબી દ્રારા દિવાલ તોડી પડાઈ

આણંદ, આણંદ પાસે આવેલ વલ્લભ વિધાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળની ભાઈકાકા સર્કલ પાસે આવેલ જમીન ઘણા સમયથી વિવાદીત બની છે. એક સામાજિક સંસ્થાને ઉજવણી માટે આપ્યા બાદ તેના પર ગેરકાયદેસર કબજાે જમાવ્યો હોવાનો આક્ષેપ ચારૂતર વિદ્યામંડળ દ્રારા કરાયો હતો. Attempt to grab the land of Charutar Vidyamandal

જે અંગે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ગતરોજ રાત્રીના સમયે સામાજિક સંસ્થાના કેટલાક તત્ત્વો દ્રારા વિવાદિત જમીન પર સિક્યુરિટીના જવાનને ધમકી આપી જેસીબી વડે કમ્પાઉન્ડ વોલ તેમજ સીસીટીવી કેમેરા તથા બેસવા માટેની કેબિન તોડી નાખવામાં આવી હતી.

દિલેશ જાદવના ભાઈ વિજય જાદવ અને જયદિપસિંહ વાઘેલા મંડળની મિલકતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી જેસીબી ફેરવી દઈને દિવાલને નુકસાન કર્યું છે.

આ ઘટનાની જાણ થતાં વિદ્યાનગર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટના અંગે મેહુલકુમાર પ્રમોદભાઈ પટેલે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.