Western Times News

Gujarati News

લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકર પર હુમલાનો પ્રયાસ

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે બુધવારે તેઓ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને પણ મળ્યા.

જ્યારે ગુરુવારે લંડનના થિંક ટેન્ક ચેથમ હાઉસ ખાતે ‘વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા’ વિષય પર વાત કરી હતી. આ પહેલા એક ચોંકાવનારી ઘટના બની જેની સમગ્ર ભારતમાં ચર્ચા થવા લાગી છે.ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી જયશંકર ચૅથમ હાઉસ પહોંચે તે પહેલાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. તેમણે દેશ વિરોધી નારેબાજી કરવાની શરૂઆત કરી દીધી હતી.

આ દરમિયાન જ્યારે જયશંકર જ્યારે ચેથમ હાઉસથી નીકળી રહ્યા હતા ત્યારે જ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.એક અહેવાલ અનુસાર એક વ્યક્તિ જયશંકરની ગાડી સામે આવીને તિરંગાને ફાડવા લાગ્યો હતો. વ્યક્તિની આ હરકત જોયા બાદ સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક પકડી પાડ્યો હતો અને ગાડીથી દૂર લઈ ગયા.

જ્યારે એકબાજુ અમુક ખાલિસ્તાની સમર્થકો પોતાના હાથમાં ખાલિસ્તાનનો ઝંડો લઈને નારેબાજી કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે સ્વતંત્ર નીતિ સંસ્થાન ચેથમ હાઉસમાં કાશ્મીર મુદ્દે વિદેશમંત્રીને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ખાલી કરવાથી કાશ્મીરના મુદ્દાનો ઉકેલ આવી જશે.

કાશ્મીરમાં મોટાભાગના મુદ્દાઓને ઉકેલવા અમારી સરકારે સારું કામ કર્યું છે. મને લાગે છે કે કલમ ૩૭૦ હટાવવી એ એક સારું પગલું હતું. હવે પાકિસ્તાન અમને કાશ્મીરનો અમારો હિસ્સો પાછો આપી દે તો હું આશ્વાસન આપું છું કે કાશ્મીરના મુદ્દાનો ઉકેલ આવી જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.