મુસાફરના સ્વાંગમાં ટેક્ષીચાલકને હથીયાર ઝીંકી કરાયો લૂંટનો પ્રયાસ
અમદાવાદ એરપોર્ટ જવાનું કહી પછી લૂંટ માટે કરી કોશીષ
રાજકોટ, રાજકોટના એક ટેક્ષીચાલકોને મુસાફરના રૂપમાં આવેલા લુંટારૂઓએ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે પ્રતીકાર કરતાં તેને હથીયારના ઘા ઝીંકી દેવાયા હતા. જોકે ટેક્ષીચાલક કોઈ રીતે છટકી ગયો હતો. બાદમાં આ મામલે પ્રકાશમાં આવ્યો હતો.
પારસ ગેલાભાઈ હાંસલલા રાજકોટ અમદાવાદ પાટે ટેક્ષીના ફેરા કરી ગુજરાન ચલાવે છે. તા.પ-રના રોજ પારસ ગ્રીનલેન્ડ ચોકડીએ ટેક્ષી લઈને ઉભો હતો ત્યારે એક મહીલા સહીત ત્રણ મુસાફરો અમદાવાદ ઈસ્કોન ચોકડી માટે બેઠા હતાં. જયારે ચોથો શખ્સ અમદાવાદ એરપોર્ટનું ભાડું બાંધીને બેઠો હતો. કાર ઈસ્કોન ચોકડીએ પહોચતા મહીલા સહીત ત્રણ મુસાફર ઉતરી ગયા હતાં
ચોથા મુસાફરને એરપોર્ટ જવું હોઈ પારસે તે તરફ કાર હંકારી હતી. પણ એરપોર્ટ સર્કલ નજીક પહોચતા જ તેણે હવે ટ્રીપ કેન્સલ થઈ છે. ફરી રાજકોટ લઈ લો હું સ્પેશીયલ ભાડુ ચુકવી દઈશ તેમ કહેતાં પારસે કાર પાછી વાળી હતી. એ દરમ્યાન રસ્તા પર બીજા વાહનો ન હોઈ પાછલી સીટમાં બેઠેલા શખ્સે પોતાના સામાનમાંથી દોરડુ કાઢી પારસના ગળામાં નાંખી ખેંચ્યું હતું.
હેબતાઈ ગયેલા પારસે બચવા માટે ઝપાઝપી કરતાં ઉશ્કેરાયેલા શખ્સે પોતાની પાસેનું ધારદાર હથીયાર કાઢી હુમલો કરી ગળા પર ત્રણ ઘા ઝીકી દીધા હતાં. તેમજ પગમાં પણ ઘા ઝીકયા હતા. ત્યારબાદ તેણે પારસને લોહીથી લથબથ હાલતમાં જ તેના હાથ બાંધી દઈ પાછલી સીટમાં નાખી દીધો હતો અને ડ્રાઈવીગ સીટ પોતેસંભાળી લીધી હતી. કારને બગોદરા તરફ હંકારી હતી.
રસ્તામાં આ શખ્સે પારસને છરી બતાવી બચવું હોય તો તારા પપ્પાને ફોન કરીને હું કહુ ત્યાં રૂપિયા ચાર લાખ આપી જવાનું કહે તેવી ધમકી પણ આપી હતી. છેલ્લે બાયડ પાસે કાર પહોચી ત્યારે ઈધણ ખુટી જતાં બંધ પડી ગઈ હતી. આ વખતે તકનો લાભ લઈ પારસ લોહીલુહાણ હોવા છતાં હીમતભેર બહાર નીકળી ગયો હતો બાયડ પોલીસને ઘટનાની જાણ થતાં પારસને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરીની ફરીયાદ નોંધી હતી.