CBI દ્વારા દિલ્લીમાં થઈ રહેલા સારા કામને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છેઃ સિસોદિયા

નવીદિલ્હી, દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે ૧૪ કલાકના દરોડા પછી સીબીઆઈની ટીમ તેમના ઘરેથી નીકળી ગઈ હતી. દરોડા બાદ મનીષ સિસોદિયાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર સીબીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યુ કે સીબીઆઈની ટીમે મારુ લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લીધો છે. સિસોદિયાએ કહ્યુ કે સીબીઆઈ ઉપરથી નિયંત્રિત થઈ રહી છે અને તેના દ્વારા દિલ્લીમાં થઈ રહેલા સારા કામને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે સીબીઆઈની ટીમ આવી હતી અને તેમણે આખા ઘરની તપાસ કરી હતી. મારુ કોમ્પ્યુટર અને પર્સનલ મોબાઈલ જપ્ત કરીને લઈ ગયા છે. મેં અને મારા પરિવારે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે અને વધુ તપાસ થશે તો સહકાર આપીશુ. અમે કંઈ ખોટુ કર્યુ નથી, અમે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. તેથી અમે ડરતા નથી.
સીબીઆઈએ હજુ સુધી મનીષ સિસોદિયાની ધરપકડ કરી નથી. દરોડા પછી સિસોદિયાએ કહ્યુ કે અમે કટ્ટર ઈમાનદાર લોકો છીએ, અમે કંઈ ખોટુ કર્યુ નથી અને ઈમાનદારીથી કામ કરતા રહીશુ. અમે ઈમાનદારીથી કામ કરીને શાળાઓ બનાવી છે, લાખો બાળકોનુ ભવિષ્ય બનાવ્યુ છે, ઈમાનદારીથી કામ કરીને હોસ્પિટલો બનાવી છે, લાખો લોકોની સારવાર કરાવી છે.
તેમણે કહ્યું કે માતા-પિતા અને બાળકોની દુઆ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે તેટલો દુરુપયોગ કરી શકે છે પરંતુ તે અમને નુકસાન પહોંચાડી શકે નહિ કારણ કે અમે કંઈ ખોટુ કર્યુ નથી. લોકોને સારુ શિક્ષણ, સ્વાસ્થ્ય આપવાનુ કામ ચાલુ રહેશે, દિલ્લી સરકાર રોકાશે નહિ.
मुझे तुम्हारी साज़िशें तोड़ न सकेंगी. मैंने दिल्ली के लाखों बच्चों के लिए ये स्कूल बनाए है,
लाखों बच्चों की ज़िंदगी में आई मुस्कान मेरी ताक़त है. तुम्हारा इरादा मुझे तोड़ने का है.
मेरा इरादा तो ये हैं…https://t.co/Z1mpVmevRl
— Manish Sisodia (@msisodia) August 19, 2022
દિલ્લીના ડેપ્યુટી સીએમે કહ્યુ કે સીબીઆઈએ અત્યારે પૂછપરછ માટે બોલાવ્યા નથી, દરેકનુ વર્તન ખૂબ સારુ હતુ. અમુક ફાઈલો મારી હતી, મારુ લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા છે.
સીબીઆઇએ મનીષ સિસોદિયાને એફઆઇઆરમાં પ્રથમ આરોપી બનાવ્યા છે. સીબીઆઇની આ એફઆઇઆરમાં ૧૫ આરોપી છે. આ એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિનો મામલો છે.
આ કેસ ૧૭ ઓગસ્ટે નોંધવામાં આવ્યો છે. સીબીઆઇએ શુક્રવારે દિલ્લીની દારૂની નીતિમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. જેનો આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ સિસોદિયાના દિલ્લીના નિવાસસ્થાન અને ૭ રાજ્યોમાં ૨૦ અન્ય સ્થળોએ સર્ચ હાથ ધર્યુ હતુ. ભ્રષ્ટાચારનો કેસ નોંધવાની અનિવાર્ય મંજૂરી લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા આપવામાં આવી હતી.HS1MS