અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ ભરૂચના ગુરુ અને શિષ્યને પ્રાપ્ત થયો
(પ્રતિનિધિ) ભરૂચ, ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતના ૨૫ જીલ્લાઓ માંથી ભરૂચના ગુરુ અને શિષ્યને પણ એવોર્ડ પ્રાપ્ત કરાયો હતો જેના કારણે ભરૂચ જીલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે.
રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે કટિબંધ અને કટિબંધ એવી ગાંધીનગરની એનજીઓ રીસ્ટોરિકલ એન્ડ કલ્ચર રિસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા સેક્ટર – ૧૫ ખાતે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ ૨૦૨૨નો સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં સામાજિક કાર્યકર અનારબેન પટેલના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો.જેમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને કલાને ઉજાગર કરવા માટે કાર્યકરના મુંબઈ ઉપરાંત ગુજરાતના ૨૫ જીલ્લાના શિક્ષકોએ શિક્ષણ, સાહિત્ય, લેખન, સંશોધન, પ્રકાશન, પ્રવાસન, પર્યાવરણ, ફોટોગ્રાફી, લોકજાગૃતિ, માટીકલા, ચિત્રકલા, સંગીત કલા, હસ્તકલા, નૃત્ય કલા, કઠપુતલીની ક્લા, હાસ્ય કલા,ગાયન કલા,બોટલ આર્ટ, સંસ્કૃતિ વારસો વિગેરે ક્ષેત્રમાં એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જીલ્લાના ગુરુ અને શિષ્ય મળી ૨ કલાકારોને એવોર્ડ પ્રાપ્ત થયો હતો.જેમાં ભરૂચની નર્મદા બંગ્લોઝ સોસાયટીમાં રહેતા ચિત્ર શિક્ષક તરીકે તેઓએ અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ વિવિધ ચિત્રો રજૂ કર્યા છે અને તેઓએ ૨૦૧૭માં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રણવ મુખર્જીના હસ્તે પ્રાપ્ત કર્યો છે.તેવા મહેશ વસાવાને પણ અતુલ્ય વારસો એવોર્ડ એનાયત કરી ભરૂચ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સાથે જ અંકલેશ્વરના તેઓના શિષ્ય નિકુંજ મહેતા કે જેઓ અભિનય કલામાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને કોડિયોગ્રાફર સહિત સાંઈ નૃત્ય એકેડેમી થકી સારી કામગીરી કરી ચૂક્યા છે અને તેઓને પણ અતુલ્ય વારસો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભરૂચ જીલ્લામાં ગુરુ અમે શિષ્યને એવોર્ડ મળતા ભરૂચ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.