AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને ICICI પ્રુડેન્શિયલ જીવન વીમાયોજનાઓ ઓફર કરવા જોડાણ કર્યુ
દેશમાં શીડ્યુલ્ડ કમર્શિયલ બેંક અને સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંકો પૈકીની એક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ બેંક)એ આજે ખાનગી ક્ષેત્રની ટોચની જીવન વીમાકંપનીઓ પૈકીની એક આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે જરૂરિયાત અને લક્ષ્યાંક આધારિત જીવન વીમા સોલ્યુશનો ઓફર કરવા પાર્ટનરશિપ કરવાની જાહેરાત કરી હતી.
આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સનાં ચીફ ડિસ્ટ્રિબ્યુટર ઓફિસર શ્રી અમિત પલ્ટાએ કહ્યું હતું કે, “અમને દેશમાં સૌથી વધુ વિશ્વસનિય સ્મોલ ફાઇનાન્સ બેંક પૈકીની એક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે જોડાણ કરવાની ખુશી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સનું સંકલન ગ્રાહકોને સરળતાપૂર્વક, ઝડપથી અને વર્ચ્યુઅલ પેપરલેસ રીતે ઓન-બોર્ડ લેવાનો શ્રેષ્ઠ અનુભવ આપશે.
અમારું માનવું છે કે, આ પરસ્પર લાભદાયક પાર્ટનરશિપ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને તેમના ગ્રાહકોને બચત અને જોખમ ઘટાડવા માટે તમામ યોજનાઓ ઓફર કરવા સક્ષમ બનાવશે. સાથે સાથે આ પાર્ટનરશિપ અમને દેશના અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અમારા મલ્ટિ-ચેનલ વિતરણ નેટવર્કને વધારે મજબૂત બનાવવા સક્ષમ બનાવશે. સ્મોલ ફાઇનાન્સ બેંકો નાણાકીય સર્વસમાવેશકતા વધારવા અને જીવન વીમાની પહોંચ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
આ પ્રસંગે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઉત્તમ ટાઇબરવાલે કહ્યું હતું કે, “એયુ બેંક ‘ગ્રાહકને કેન્દ્રમાં રાખવાની’ મુખ્ય ફિલોસોફી સાથે હંમેશા કામ કરે છે. જ્યારે અમે નાણાકીય સેવાઓ અને ગ્રાહકને મૂલ્ય પ્રદાન કરતી યોજનાઓ ઉપલબ્ધ કરાવીને અમે અમારા હાલની પ્રોડક્ટ્સ અને સેવાઓની રેન્જમાં મૂલ્ય સવર્ધન કરવા વધુ એક જીવન વીમાકંપની સાથે જોડાણ કરવા ઇચ્છતાં હતાં, ત્યારે અમારા ગ્રાહકોને અતિ ઉપયોગી નાણાકીય સુરક્ષા માટે યોજના બનાવવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ.
અમે અમારા કિંમતી જીવન વીમા પાર્ટનર તરીકે આઇસીઆઇસીઆઇપ્રુડેન્શિયલ લાઇફને આવકારીએ છીએ. અમે માનીએ છીએ કે, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ગ્રાહકોની જરૂરિયાતોને સમજવા અને તેમને કસ્ટમાઇઝ જરૂરિયાત-આધારિત સોલ્યુશનો અને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા સક્ષમ છે અને આ માટેનો બહોળો અનુભવ ધરાવે છે.
મને ખાતરી છે કે, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ગ્રાહકને ઉપયોગી ઉત્પાદનો અમારી બહોળી કામગીરી અને શ્રેષ્ઠ ટેકનોલોજીકલ ક્ષમતાઓ સાથે વીમાની પહોંચ વધારવા ઉચિત સમન્વય પુરવાર થશે. અમે લોકોના જીવનમાં ઉપયોગી ફેરફાર લાવીશું અને હું આ ફરક લાવવા આતુર છું.”