Western Times News

Gujarati News

AUDAને ફી અને ચાર્જીસ પેટે છેલ્લા ૨ વર્ષમાં ૬.૩૮ કરોડની આવક થઈ :- ઋષિકેશ પટેલ

File

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તાર સત્તામંડળની હદમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવતી જમીનમાં હોટલ પોલીસી અંતર્ગત કલોલના મુલસણા અને વાયણા ગામમાં બાંધકામની મંજુરી અને વિકાસ પરવાનગી અપાઇ

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં  છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તાર સત્તામંડળ (AUDA)ની હદમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવતી જમીનમાં હોટલ પોલીસી અંતર્ગત બાંધકામ અંગે મંજુરીઓ કે વિકાસ પરવાનગીનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોજે. મુલસણામા કર્ણાવતી ક્લબ લીમીટેડને તા.૨૧-૦૧-૨૦૨૩ ના રોજ ૧,૭૧,૧૭૩ ચો.મી અને , મોજે. વાયણામા રાજપથ ક્લબ લીમીટેડને. તા. ૨૧-૦૨-૨૦૨૩ ના રોજ ૧,૩૧,૩૫૩ ચોરસ મીટર  (કુલ જમીન ક્ષેત્રફળના ૪૦% કપાત બાદની જમીન)ની પરવાનગી પ્રોજેક્ટ માટે આપી છે.

“રેગ્યુલેશન ફોર હોટેલ – ૨૦૧૧” અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં કુલ -૩ હોટલને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી, વિકાસ પરવાનગી અને B.U.  પરમિશન R1,R2  અને CBD ઝોનમાં તેમજ “હોટેલ એન્ડ મીક્ષ યુઝ રેગ્યુલેશન – ૨૦૧૬” અંતર્ગત મહાનગરપાલિકાના R3  ઝોનમાં કુલ -૪ હોટલને સૈદ્ધાંતિક અને વિકાસ પરવાનગી અને તે પૈકી ૨ હોટલને BU પરવાનગી અને ઔડાની ૩ હોટલને ઉક્ત તમામ પરવાનગી આપી હોવાનું મંત્રીશ્રી એ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમ દ્વારા દેશ, વિદેશના રોકાણકારો દ્વારા ઔદ્યોગિક વિકાસ માટે થઇ રહેલ રોકાણ, કૃષિ ઉત્પાદનોમાં થઇ રહેલ વધારો વિશ્વ વ્યાપી આરોગ્યલક્ષી સેવાઓની  ઉપલબ્ધતા તેમજ પ્રવાસ/પર્યટન પ્રવૃત્તિ વેગવાન બનવાને લઈ,રાજયમાં આવતા અતિથિ અને પ્રવાસીઓને સુવિધાયુકત સગવડો વાળી હોટેલોમાં રોકાણ કરવાની વ્યવસ્થા થાય તે માટે અધતન સગવડવાળી હોટલની જરૂરીયાતો ધ્યાને લઇ

અને અધતન સવગડવાળી હોટલની સેવાઓ લોકોને ઉપલબ્ધ બનાવવા તથા જગ્યાનો કરકસરયુકત ઉપયોગ, જાહેર સલામતી, પાર્કિંગ વિગેરે જેવા મુદ્દાઓ ધ્યાને લઇ “રેગ્યુલેશન ફોર હોટલ- ૨૦૧૧” તા.૨૫.૦૪.૨૦૧૧ થી રાજયમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અઘિનિયમ-૧૯૭૬ હેઠળ રચાયેલ સત્તામંડળ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલ છે.

ત્યારબાદ, રાજયમાં આવતા પ્રવાસીઓ અને રાજ્યમાં યોજાતી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ્સના પ્રતિનિધિને હોટેલ સાથે મીક્ષ પ્રકારના રીક્રીએશન / રીસોર્ટ / શોપીંગ ફોર ટુરીસ્ટ / સર્વિસ એપાર્ટમેન્ટ / વાણીજય / શોપીંગ મોલ / મલ્ટીપ્લેક્ષ / કન્વેન્શન સેન્ટર વિગેરે જેવા હોટેલને સંલગ્ન  ઉ૫યોગ ૫ણ મળી શકે તથા ટુરીઝમ એકટીવીટીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી હોટેલ સાથે મીકસડ યુઝ ડેવલોપમેન્ટ આપવા માટે ‘હોટેલ એન્ડ મીકસડ યુઝ ડેવલોપમેન્ટ વિનિયમો-૨૦૧૬’ તા.૦૧.૦૨.૨૦૧૬ થી અમલી છે.

હોટેલ એન્ડ મીકસડ યુઝ ડેવલોપમેન્ટ વિનિયમો – ૨૦૧૬ મુજબ ખેતીઝોનમાં ૦.૧ બેઝ FSI(Floor Space Index)  કરતા વઘારાની એફ.એસ.આઇ. માટે જંત્રીના ૪૦ % મુજબ પેઇડ એફ.એસ.આઇ.ની જોગવાઇ કરાયેલ છે. જેના નાણા સત્તામંડળમાં ભરવાના થાય છે. આ પોલીસીથી સરકારને કોઇ આવક થતી નથી.

૫રંતુ, સત્તામંડળને પેઇડ એફ.એસ.આઇ.ના કારણે આવક થાય છે.જેના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ઔડાને ફી અને ચાર્જીસ પેટે રૂા.૬,૩૮,૨૬,૦૮૨/-ની આવક થયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.