કરીનાના ૪૨મા બર્થ ડે પર કાકી નીતૂ-ભાભી આલિયાએ વરસાવ્યો પ્રેમ
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર આજે એટલે કે ૨૧ સપ્ટેમ્બરે પોતાનો ૪૨મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. કરીનાના બર્થ ડે પર તેને ચારેબાજુથી શુભેચ્છાઓ મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ઉપરાંત પરિવારના સભ્યો મિત્રો અને કો-એક્ટર્સ શુભકામના પાઠવી રહ્યા છે.
કરીનાને બર્થ ડે પર તેના કાકી નીતૂ કપૂરથી માંડીને ભાભી આલિયા ભટ્ટ તેમજ બેસ્ટ ફ્રેન્ડ્સ મલાઈકા અને અમૃતાએ પણ શુભકામના આપી છે.
કરીનાની મોટી બહેન કરિશ્માએ બંનેનો બાળપણનો ફોટો શેર કરતાં બેબોને શુભેચ્છા આપી છે. બાળપણનો ફોટો જાેઈને કરીનાએ તેની અને કરિશ્માની સરખામણી તૈમૂર અને જેહ સાથે કરી છે. કરિશ્મા કપૂરે પોતાની અને કરીનાની બાળપણની તસવીર શેર કરતાં લખ્યું, “શ્રેષ્ઠ બહેન અને મારી બેસ્ટ ફ્રેન્ડને હેપીએસ્ટ બર્થ ડે.
હંમેશાથી ટિ્વનિંગ કરતાં આવ્યા છીએ.” આ પોસ્ટ પર કરીનાએ કોમેન્ટ કરતાં લખ્યું, ‘ટીમ અને જેહ બાબા સેમ સેમ લવ યુ’ કરીનાએ આ ફોટોની સરખામણી પોતાના દીકરાઓ તૈમૂર અને જેહ સાથે કરી છે. નીતૂ કપૂરે પણ ભત્રીજી કરીના સાથે તાજેતરમાં કરેલા શૂટની તસવીર શેર કરતાં લખ્યું, અંદર-બહારથી અત્યંત સુંદર છે તું. હેપી બર્થ ડે બ્યૂટીફૂલ.
કરીનાએ આ સ્ટોરીને શેર કરતાં નીતૂ કપૂરને આઈ લવ યુ કહ્યું છે. રણબીર કપૂરની પત્ની અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ નણંદ કરીનાને બર્થ ડે પર શુભકામના આપી છે. આલિયાએ પોતાની મહેંદી સેરેમનીમાંથી કરીનાની તસવીર શેર કરતાં લખ્યું, “મારી કાયમી ફેવરિટ સુપરસ્ટારને હેપી બર્થ ડે.”
કરીનાએ પણ ‘વર્લ્ડ્સ ફેવરિટ ગર્લ’ લખીને આલિયા પર પ્રેમ વરસાવ્યો છે. નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સહાનીએ પણ કરીના સાથેની તસવીર શેર કરતાં તેને શુભકામના આપી છે. રિદ્ધિમાએ લખ્યું, “હેપી હેપીએસ્ટ બર્થ ડે ડાર્લિંગ બેબો. કરીના કપૂરની નણંદ સોહા અલી ખાને પણ કરીનાની ગત બર્થ ડે સેલિબ્રેશનનો વિડીયો શેર કરીને તેને શુભકામના પાઠવી છે. કરીનાએ પણ હાર્ટ ઈમોજીથી કોમેન્ટ કરીને તેના પર પ્રેમ વરસાવ્યો છે.
સોહાના પતિ કુણાલ ખેમૂએ પણ કરીના સાથેની તસવીરોનો કોલાજ શેર કરતાં લખ્યું, “સૌથી કૂલ અને રમૂજી ભાભીને હેપી બર્થ ડે. અમે તને પ્રેમ કરીએ છીએ બેબો.” કરીનાએ પણ જીજાજીનો આભાર માન્યો છે અને તેને બેસ્ટ કહ્યો છે.SS1MS