ઓરીઓનપ્રોએ SMEs માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્લેટફોર્મ ઓરોબીસ લોંચ કર્યું
મુંબઇ, 13 સપ્ટેમ્બર, 20222: મુંબઇ સ્થિત ગ્લોબલ ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રોવાઇડર ઓરીઓનપ્રો સોલ્યુશન્સ લિમિટેડ (ઓરીઓનપ્રો)એ ઇનોવેટિવ અને ઇન્ટીગ્રેટેડ ડિજિટાઇઝેશન, ફુલફિલમેન્ટ અને ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ ઓરોબીસ લોંચ કર્યું છે, જે નાના અને મધ્યમ એકમો (SMEs) ને તેમનાં બિઝનેસને ડિજિટલ ઇકોનોમીમાં પરિવર્તન કરવામાં મદદરૂપ નીવડે છે.
ત્રેજહારા સોલ્યુશન્સ લિમિટેડની ભાગીદારીમાં વિક્સાવવામાં આવેલું આ પ્લેટફોર્મ એસએમઇને ડિજિટલ હાજરી, વેબસ્ટોર દ્વારા અને નવી ડિજિટલ ઇકોનોમીમાં વૃધ્ધિની તકો ઝડપીને તેમની સપ્લાય ચેઇન તથા ડિજિટલ બિઝનેસ ચલાવવા માટે સક્ષમ બનાવે છે.
ઓરોબીસ એ સબસ્ક્રિપ્શન આધારિત ક્લાઉડ-નેટિવ પ્લેટફોર્મ છે, જે મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, ડિસ્ટ્રીબ્યુશન, ફ્રેઇટ ફોરવર્ડિંગ, વેરહાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન અને ઇ-કોમર્સ ફુલફિલમેન્ટ જેવા વિવિધ ઉદ્યોગો માટે ડિજિટાઇઝેશન અને ફુલફિલમેન્ટ માટે હાઇલી સ્કેલેબલ સોલ્યુશન પૂરાં પાડે છે.
આ પ્લેટફોર્મની રચના એવી રીતે કરવામાં આવી છે કે એસએમઇ ઓરોબીસ બિઝનેસ પ્લેટફોર્મ દ્વારા તેનાં મલ્ટીપલ પાર્ટનર્સની મદદથી તેમની વર્કિંગ કેપિટલનું અસરકારક સંચાલન કરી શકશે, ધિરાણનાં પડકારોનો સામનો કરવા ઇનવોઇસ ફાઇનાન્સિંગ અને કોમર્શિયલ કાર્ડ પેમેન્ટ્સ સરળ બનાવશે અને સેલર અને બાયર માટે ક્રેડિટ રિસ્ક મેનેજ કરશે.
આને કારણે તેમનો કેશ ફ્લો સુધરશે અને બિઝનેસમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિમાં મદદ કરશે. ઓરીઓનપ્રોનું પેમેન્ટ ગેટવે પણ આ પ્લેટફોર્મ સાથે મજબૂત રીતે સંકલિત છે, જેને કારણે એસએમઇ તેમનાં ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ ઓપ્શન્સ ઓફર કરી શકશે.
આ પ્રસંગે ઓરિઓનપ્રોના વાઇસ ચેરમેન અને પ્રેસિડન્ટ આશિષ રાયે જણાવ્યું હતું કે, “અમે એસએમઇ સેક્ટર માટે ગ્લોબલ, બેસ્ટ-ઇન-ક્લાસ ક્લાઉડ નેટિવ પ્લેટફોર્ટ ઓરોબીસ લોંચ કરતા રોમાંચ અનુભવીએ છીએ, જે વ્યાપક પ્રકારની સર્વિસ પૂરી પાડે છે
અને તેમને કાર્યક્ષમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, વધુ વિઝિબિલિટી અને માર્કેટપ્લેસની કનેક્ટિવિટી દ્વારા પહોંચ વધારવા માટે સક્ષમ બનાવે છે. એસએમઇ એ કોઇ પણ અર્થતંત્રનું હૃદય છે અને માટે પ્રાસંગિક રહેવું મહત્વનું છે. ઓરોબીસની રચના એ રીતે કરવામાં આવી છે કે જટિલતા તથા ખર્ચનાં અવરોધ દૂર થાય અને
આજનાં ઉદ્યોગ સાહસો ડિજિટલ ઇકોનોમીને સાચા અર્થમાં સશક્ત બનાવે. ઓરોબીસનું લાંબા ગાળાનું વિઝન એસએમઇ સેક્ટર અને ડિજિટલ ઇકોનોમી પર ભાર મૂકવા સરકારની પહેલોની સુસંગત છે અને સેક્ટરને તેની ડિજિટલ સંભાવના માટે સક્ષન બનાવવાની દિશામાં મદદરૂપ સાબિત થશે.”