Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાએ સ્કીલ્સ ઈન ડિમાન્ડ વિઝા શરૂ કર્યા

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયામાં હજારો જાેબ એવી છે જેના માટે સ્કીલ્ડ લોકોની જરૂર છે, પરંતુ હાલમાં તેને કામ કરી શકે તેવા માણસો મળતા નથી. આ જગ્યાઓ ભરવા માટે ઓસ્ટ્રેલિયાએ સ્કીલ ઈન ડીમનડ વિઝાની જાહેરાત કરી છે.

આ એક નવા પ્રકારના વિઝા છે અને જુદી જુદી આવડત ધરાવતા લોકોને આ વિઝા આપવામાં આવશે. તેના દ્વારા ઓસ્ટ્રેલિયા દુનિયાભરમાંથી કામચલાઉ ધોરણે સ્કીલ્ડ લોકોને લાવશે અને દેશની ઉત્પાદકતામાં વધારો કરશે.

ઓસ્ટ્રેલિયાના લેબર માર્કેટમાં ટેલેન્ટેડ લોકો આવે અને તેઓ દેશના વિકાસમાં હિસ્સો આપે તે માટે સ્કીલ્સ ઈન ડિમાન્ડ વિઝા શરૂ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં હાઈ સ્કીલ કામ કરી શકે તેવા માઈગ્રન્ટને આ વિઝા માટે પસંદ કરવામાં આવશે.

તેમાં ઓછામાં ઓછા ૧.૩૦ લાખ ઓસ્ટ્રેલિયન ડોલરની ગેરંટેડ વાર્ષિક આવકની જાેગવાઈ હોવી જરૂરી છે. એટલે કે આ પ્રોફેશનમાં ઓસ્ટ્રેલિયનોને જે વેતન મળે તેના કરતા પણ આ પગાર વધારે હશે. તેમાં તમામ ઓક્યુપેશનને આવરી લેવામાં આવશે.

માત્ર મશીનરી ઓપરેટર, ડ્રાઈવર્સ અને મજૂરોને તેમાં સામેલ કરવામાં નહીં આવે. આ વિઝા હેઠળ એવી જાેબ આવશે જેની ઓસ્ટ્રેલિયામાં હાલમાં તંગી છે. તેના માટે અરજકર્તાએ ટેમ્પરરી સ્કીલ્ડ માઈગ્રેશન ઈન્કમ થ્રેસોલ્ડ જેટલી આવક મેળવવી જરૂરી છે.

આ આવકના ધોરણોનું પાલન કરી શકે તેમને જ આ વિઝા આપવામાં આવશે. આવશ્યક સ્કીલ માટેના વિઝાઃ વાર્ષિક ૭૦,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલરથી ઓછી આવક અપાવી શકે તેવી તમામ સ્કીલને આ કેટેગરીમાં સામેલ કરાશે. સ્કીલ ઈન ડીમનડ વિઝા ચાર વર્ષની વેલિડિટી ધરાવતા હશે. તેમાં આગળ જતા કામદારો માટે કાયમી રેસિડન્સનો માર્ગ ખુલી જશે.

વિઝાની વેલિડિટી દરમિયાન વર્કર પોતાની કંપની કે માલિકને બદલી શકશે. તેમણે ૧૮૦ દિવસની અંદર પોતાના નવા સ્પોન્સર શોધવાના હશે અને આ દરમિયાન તેઓ કામ પણ કરી શકશે. વિદેશી ફોરેન વર્કરને ભરતી પર રાખવામાં કંપનીઓને બોજ ન આવે તે માટે સ્કીલિંગ ઓસ્ટ્રેલિયા ફંડ રચીને તેના દ્વારા મૂડી એકઠી કરવામાં આવશે.

એક્રેડિટેડ સ્પોન્સર પાથવેને આધુનિક બનાવવાની તક શોધવામાં આવશે જેથી માઈગ્રન્ટ કામદારો જ્યારે જાેઈએ ત્યારે મળી શકે. ઓસ્ટ્રેલિયા સરકારે ગયા સપ્તાહમાં એક નવી માઈગ્રેશન સ્ટ્રેટેજીની જાહેરાત કરી હતી જે દેશની માઈગ્રેશન સિસ્ટમ માટે એક નવું વિઝન સાબિત થશે.

આ પ્લાન હેઠળ ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્‌સ અને લો-સ્કીલ્ડ વર્કર્સ માટે એક નવા વિઝા રુલ્સ લાગુ કરશે. તેના ભાગરૂપે સ્ટુડન્ટે અંગ્રેજીમાં વધારે સારું કૌશલ્ય દેખાડીને ટેસ્ટ પાસ કરવી પડશે.

અત્યાર સુધી જે લેવલનું અંગ્રેજી ચાલુ જતું હતું તેના કરતા વધારે લેવલ સુધી પહોંચવું પડશે. આ ઉપરાંતત સેકન્ડ વિઝા એપ્લિકેશનની વધારે આકરી ચકાણી કરવામાં આવશે.

જે લોકો પોતાનું રોકાણ એક્સ્ટેન્ડ કરવા માગે છે તેમને આની અસર થશે. ઓસ્ટ્રેલિયામાં માત્ર જેન્યુઈન લોકો આવીને કામ કરે તે માટે આ સુધારા કરવામાં આવ્યા છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.