ઓસ્ટ્રેલિયામાં ૧ એપ્રિલથી નવી પોલીસીઃ ભારતીયને ઘર ખરીદવું થશે મુશ્કેલ

ઓસ્ટ્રેલિયાએ વિદેશીઓ પર આગામી બે વર્ષ સુધી પોતાની માલીકીનું ઘર ખરીદવા પર પ્રતીબંધ લાધો
(એજન્સી)સીડની, ઓસ્ટ્રેલીયાએ વિદેશીઓ પર આગામી બે વર્ષ સુધી પોતાની માલીકીનું ઘર ખરીદવા પર પ્રતીબંધ લાધો છે. મકાનોના વધતા ભાવને ધ્યાનમાં લેતાંઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસે વિદેશીઓ માટે તૈયાર ઘરોની ખરીદી કરવા પર પ્રતીબંધ મુકવાનો નિર્ણય લીધો છે.
આ વર્ષ સુધી પ્રતીબંધના કારણે ઓસ્ટ્રેલીયામાં રહેતા અને અભ્યાસ કરતાં લાખો ભારતીયો કે. જેઓ ત્યાં સેટલ થવા માગે છે. તેમને અસર કરશે.
કોરોના મહામારી બાદથી ઓસ્ટ્રેલીયામાં પણ ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. ઓસ્ટ્રેલીયામાં આશરે સાત લાખથી વધુ ભારતીયો વસે છે. ઓસ્ટ્રેલીયાના હાઉસીગ મીનીસ્ટર કલેયર ઓનીલે જાહેરાત કરી હતી. કે કોઈપણ વિદેશી ૧ એપ્રિલ ર૦રપથી ૩૧ માર્ચ ર૦ર૭ સુધી ઓસ્ટ્રેલીયામાં તૈયાર પ્રોપર્ટીમાં રોકાણ કે ખરીદી શકશે નહી. તેમના પર બે વર્ષના પ્રતીબંધ લાદવામાં આવે છે. નિશ્ચિત સમય મર્યાદા બાદ ફરી સ્થિતીની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ પ્રતીબંધ જારી રખાશે કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે.
ઓસ્ટ્રેલીયામાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશીઓ ખાસ કરીને ભારતીયોની સંખ્યા વધારે રહી છે. જેના લીધે હાઉસીગ કાઈસીસ સર્જાઈ છે. રીયલ એસ્ટેટમાં પણ ફુગાવો શરૂ થઈ ચુકયો છે. વિદેશી વિધાર્થીઓની સંખ્યા વધતા મકાનોના ભાડા પણ વધ્યા છે.
વધુમાં ઓસ્ટ્રેલીયામાં આ વર્ષના અંત સુધીમાં ચુંટણી પણ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખતાં ઓસ્ટ્રેલીયયાની સરકારે આ નિર્ણય લીધો છે. જેના માટે તે ટેક્ષ ઓફીસ વધારાનું ફંડ પણ આપશે. ઉલ્લેખનીય છેકે ઓસ્ટ્રેલીયામાં સૌથી વધુ પ્રોપર્ટી ખરીદનારા ભારતીયોની સંખ્યા વધુ છે.
ર૦ર૩-ર૪માં ભારત ઓસ્ટ્રેલીયાના ઈમીગ્રેશન માટેનો પ્રમુખ સ્ત્રોત રહયો છે. ભારતીય યુવાનો ઉચ્ચ શિક્ષણ અને સ્થાયી થવા માટે ઓસ્ટ્રેલીયા પસંદ કરી રહયા છે. જેના લીધે વિદેશીઓને સંખ્યા વધતાં ઓસ્ટ્રેલીયયામાં મકાનોના ભાડા, ખાણી-પીણીની ચીજોના ભાવ વધી રહયા છે. સીડનીમાં છેલ્લા દસ વર્ષમાં મકાનોની કિમત ૭૦ ટકા વધી છે. જયાં સરેરાશ કિમત ૧ર લાખ ઓસ્ટ્રેલીયન ડોલર અંદાજીત ૬.૬૦ કરોડ છે.