Western Times News

Gujarati News

ભારતના વિદ્યાર્થીઓને હવે ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે રસ નથીઃ અરજીઓમાં ઘટાડો

એક અંદાજ પ્રમાણે અગાઉ ઓસ્ટ્રેલિયામાં એડમિશન ૧૦૦ અરજીઓ થતી હોય તો હવે તેની સંખ્યા ઘટીને માત્ર ૩૪ રહી ગઈ છે.

(એજન્સી)સિડની, ભારતીય સ્ટુડન્ટ્‌સમાં ઓસ્ટ્રેલિયા એક મનપસંદ દેશ રહ્યો છે, પરંતુ કેટલાક સમયથી આ આકર્ષણ ઘટતું જાય છે. ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ભારતીયોએ કરેલી અરજીની સંખ્યામાં મોટો કડાકો આવ્યો છે. એક અંદાજ પ્રમાણે અગાઉ ઓસ્ટ્રેલિયામાં એડમિશન ૧૦૦ અરજીઓ થતી હોય તો હવે તેની સંખ્યા ઘટીને માત્ર ૩૪ રહી ગઈ છે.

ઓસ્ટ્રેલિયાના અખબાર સિડની મો‹નગ હેરાલ્ડે આ રિપોર્ટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ જ્યારથી ઊંચી ફી લાગુ કરી છે અને રેગ્યુલેશન ચુસ્ત બનાવી દીધા છે, ત્યારથી જ સ્ટુડન્ટ એપ્લિકેશનમાં મોટો ઘટાડો થઈ ગયો છે. આવું માત્ર ભારતની અરજીઓ માટે નહીં પણ બીજા દેશો માટે પણ થયું છે. વિદેશી સ્ટુડન્ટ હવે ઓસ્ટ્રેલિયા આવવાનું પસંદ નથી કરતા તેવું લાગે છે.

ઓસ્ટ્રેલિયાની સરકારે વિઝાના નિયમો કડક બનાવ્યા અને અન્ય નિયંત્રણ લાદ્યા ત્યારે જ યુનિવર્સિટીઓએ સંકેત આપી દીધા હતા કે આનાથી બહુ નુકસાન જશે. હવે આ ચિંતા સાચી સાબિત થઈ છે. યુનિવર્સિટીઓના બિઝનેસને પણ મોટો આંચકો લાગ્યો છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સાઉથ અને સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાંથી જુલાઈ અને ઓગસ્ટમાં બહુ ઓછી અરજીઓ આવી છે. તેની તુલનામાં ગયા વર્ષમાં ઘણી અરજીઓ મળી હતી. વોકેશનલ એજ્યુકેશન માટે તો પહેલાની સરખામણીમાં પાંચમા ભાગની પણ અરજીઓ નથી આવતી.

ઓગસ્ટ મહિનામાં ઓસ્ટ્રેલિયામાં જુદા જુદા કોર્સમાં એડમિશન માટે ૧૫,૨૭૦ અરજીઓ મળી હતી. જ્યારે ઓગસ્ટ ૨૦૨૩માં આની સંખ્યા ૩૦,૭૦૩ હતી. ૨૦૧૫ પછી આટલી ઓછી અરજીઓ પહેલી વખત મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.