સાથી દેશો સાથે ભારતીય નેવીના યુદ્ધાભ્યાસથી ચીન ચિંતિત
નવી દિલ્હી: ભારત, જાપાન અને અમેરિકન નેવીના માલાબાર યુદ્ધાભ્યાસનો હિસ્સો હવે ઓસ્ટ્રેલિયા પણ બનશે. આ યુદ્ધાભ્યાસ ત્રણ દિવસનો હશે. માનવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધાભ્યાસને લઈને ચીનને ચિંતા ઊભી થઈ છે કારણ કે પહેલા પણ તે આ પ્રકારની એક્સસાઇઝની ટીકા કરતું રહ્યું છે.
મૂળે, માલાબાર નેવી અભ્યાસની શરૂઆત ૧૯૯૨માં થઈ હતી. ત્યારે આ ભારત અને અમેરિકન નેવીની વચ્ચે એક ટ્રેનિંગ ઇવેન્ટ તરીકે શરૂ થઈ હતી. જાપાનનો તેનો હિસ્સો ૨૦૧૫માં બન્યું પરંતુ ઓસ્ટ્રેલિય એ તેમાં ૨૦૦૭ બાદ ક્યારેય હિસ્સો નથી લીધો. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે આ એક્સસાઇઝ બંગાળની ખાડીમાં કરવામાં આવી શકે છે.
જોકે હજુ સુધી તેની તારીખ ફાઇનલ નથી થઈ. આ અભ્યાસ મહત્વપૂર્ણ એટલા માટે થઈ ગયો છે કારણ કે તેમાં ઊેંછડ્ઢના તમામ ચાર દેશ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચારેય લોકતાંત્રિક દેશોની આ નેવી એક્સસાઇઝ ચીનની દાદાગીરી સામે એક પ્રકારે જવાબ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત ગત અનેક મહિનાઓથી ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગંભીર વિવાદમાં ગૂંચવાયેલું છે. ભારત ઉપરાંત અન્ય ત્રણ દેશોનો પણ ચીનની સાથે કોઈને કોઈ રૂપમાં વિવાદ ચાલી રહ્યો છે. ભારત તરફથી આ વખતે અભ્યાસમાં મોટા યુદ્ધજહાજ હિસ્સો લઈ શકે છે. બીજી તરફ અમેરિકાના યુદ્ધ જહાજ હાલ ગલ્ફમાં અને રોનાલ્ડ રેગન બંગાળની ખાડીમાં ઉપસ્થિત છે.
માનવામાં આવી રહ્યું છે કે બંને યુદ્ધજહાજો પણ અભ્યાસનો હિસ્સો બની શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી હેસ્ટ્રોયર હોબર્ટ સામેલ થઈ શકે છે. આ પહેલા ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ દેશ જાપાનમાં બેઠક કરી હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ માટે ચીનને કડક સંદેશ આપી ચૂક્યા છે. તમામ દેશ પરસ્પર સહયોગ પર ભાર મૂકી રહ્યા છે. એવામાં માલાબાર યુદ્ધાભ્યાસની અગત્યતા ઘણી વધી ગઈ છે.