Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાના વિઝાની લાલચે યુવાને રૂ.૨૧.૭૦ લાખ ગુમાવ્યા

પ્રતિકાત્મક

યુવકને વિશ્વાસ આવતા તેમને આરોપીને રૂપિયા ૨૧.૭૦ લાખ આપ્યા

સુરત, સુરતમાં રહેતા યુવકને ઓસ્ટ્રેલીયાના વિઝીટર વિઝા અને ત્યારબાદ વર્ક પરમીટ વિઝા આપવાનું કહીને બન્ટી-બબલી સહિત ત્રણ લોકોએ રૂપિયા ૨૧.૭૦ લાખ પડાવી લીધા હતા. જો કે ઓનલાઇન ચેક કરતા વિઝા બનાવટી હોવાનું સામે આવ્યું હતું.

એટલું જ નહી રૂપિયા પરત માંગતા જેલમાં પુરાવી દેવાની ધમકી આપીને ઓફિસે તાળાં મારીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે દંપતિ સહિત લોકો સામે ફરિયાદ નોધી છે, ચોંકાવનારી બાબત એ છે કે બન્ટી-બબલી સામે વિદેશ મોકવવાના બહાને રૂપિયા પડાવવાની આ ત્રીજી ફરિયાદ નોંધાઇ છે. જેમાં વર્ષ પછી રૂપિયા પરત માંગતા જેલમાં પુરાવાની દેવાની ધમકી આપી ઓફિસે તાળાં મારી આરોપીઓ ભાગી ગયા છે.

મૂળ મહેસાણાના અને હાલ સુરતમાં રહેતા અને કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નારોલમાં ઓફિસ ધરાવતા દંપતિ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે જેમાં તેઓ સુરતમાં નોકરી કરતા ત્યારે પરિચીત વ્યક્તિને ઓસ્ટ્રેલિયા વર્ક પરમીટ પર જવાની વાત કરી હતી. જેથી મિત્રએ જીગ્નેશ રાઠોડ સાથે સંપર્ક કરાવ્યો હતો. જેમાં રૂપિયા ૧૫.૭૦ લાખમાં વિઝા, ટિકીટ સહિતનો ખર્ચ થશે તેમ જણાવતા ફરિયાદી યુવકે હા પાડી હતી અને નારોલ ઓફિસે આવીને જરુરી ડોક્યુમેન્ટઆપ્યા હતા.

તે સમયે ત્રણેયે આરોપીઓએ ઓસ્ટ્રેલિયા પ્રથમ વિઝીટર વિઝા અને ત્યાર પછી વર્ક પરમીટ વિઝા અપાવવાની વાત કરી હતી. જેથી યુવકને વિશ્વાસ આવતા તેમને આરોપીને રૂપિયા ૨૧.૭૦ લાખ આપ્યા હતા. જે બાદ ત્રણેયે ભેગા મળીને વિઝાની કોપી આપી હતી તેમજ સિડનીની ટિકીટ પણ આપી હતી. પરંતુ તે માત્ર ટુરિસ્ટ વિઝા હતા પરંતુ વર્ક પરમિટ ન હતા.

જે બાદ ફરિયાદીએ ઓનલાઇન સાઇટ પર ચેક કરતા વિઝા નકલી હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ યુવકે વાત કરતા ન્યુઝીલેન્ડ દેશના અપાવવાનું કહીને રૂપિયાની માંગણી કરી હતી. જેથી રૂપિયા પરત માંગતા ખોટા કેસમાં ફસાવી જેલમાં પુરાવાની ધમકી આપીને ઓફિસ બંધ કરી નાસી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.