ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એન્ડ્રૂ સાયમન્ડ્સનું માર્ગ અકસ્માતમાં મોત
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટ એન્ડ્રૂ સાયમન્ડ્સનું આકસ્મિક મોત થઈ ગયું છે. કાર અકસ્માતમાં તેમનું શનિવારે રાત્રે મોત થઈ ગયું છે. તેઓ પોતાની કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક પલટી મારતા તેમનું ગંભીર રીતે ઘાયલ થવાથી મોત થઈ ગયું હતું. Australian Cricket Andrew Symonds, who has died aged 46 was widely considered one of the most skilled Australian all-rounders.
તેમનો ક્રિકેટની દુનિયામાં ભારે દબદબો હતો પરંતુ તેમના નિવૃત્તિના સમયમાં તેઓ ઘણાં વિવાદમાં રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રૂ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત થઈ ગયું છે. ૪૬ વર્ષના સાયમન્ડ્સની કાર ક્વીન્સલેન્ડનો ટાઉન્સવિલે પાસે અકસ્માત સર્જાયો હતો.
ક્વીન્સલેન્ડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે શનિવારે લગભગ ૧૦-૩૦ વાગ્યે તેમની કારનો અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે કાર સાયમન્ડ્સ પોતે જ ચલાવી રહ્યા હતા. અચાનક તેમની કાર રસ્તા પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી. ઘટના સ્થળ પર પહોંચેલી ઈમર્જન્સી ટીમે તેમને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. હવે આ મામલે ફોરેન્સિક ક્રેશ યુનિટ તપાસ કરી રહ્યું છે કે આ દુર્ઘટના કઈ રીતે સર્જઈ હતી.
ઓસ્ટ્રેલિયા માટે ૨૬ ટેસ્ટ મેચ રમનારા સાયમન્ડ્સે ૧૯૮ વનડેના કરિયરમાં ક્રિકેટ જગતમાં ઊંડી છાપ છોડી છે. સાયમન્ડ્સ ક્રિકેટની દુનિયામાં અકધારું રાજ કરનારી ટીમનો ૧૯૯૯-૨૦૦૭ દરમિયાન ભાગ રહ્યા હતા. અચાનક ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરનું મોત થયાની ખબર આવતા દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓને ભારે આઘાત લાગ્યો છે,
તેમને સાથી ક્રિકેટર્સને પણ ભારે આઘાત લાગ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે લખ્યું છે કે, આ ઘણું તકલીફ આપનારું છે. સાયમન્ડ્સના મોતથી ઓસ્ટ્રેલિયા સહિત આખી દુનિયાના ક્રિકેટ ફેન્સમાં ગમગીની છવાઈ ગઈ છે. રોડ માર્શ અને શેન વોર્ન જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ વર્ષે દુનિયા છોડી ગયા બાદ સાયમન્ડ્સનું મોત થતા ભારે આઘાત લાગ્યો છે.
પૂર્વ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર માર્ક ટેલરે કહ્યું કે, આ ક્રિકેટ માટે એક દુઃખભર્યો દિવસ છે. પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરે ટિ્વટ કરીને કહ્યું, ફિલ્ડ પર અને તેના સિવાય અમારા સારા સંબંધ હતા.૨૦૦૮માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એન્ડ્રૂ સાયમન્ડ્સે દાવો કર્યો હતો કે ભારતીય ઓફ સ્પિનર હરભજનસિંહે તેમને મંકી (બંદર) કહ્યા હતા.
જાેકે, સચિન આ ઘટનાના સાક્ષી હતી અને ભારતીય ઓફ સ્પિનરને આ મામલે સુનાવણી બાદ ક્લીન ચીટ મળી હતી. આ ઘટનાને ‘મંકીગેટ’ કહેવામાં આવે છે. સાયમન્ડે ઓસ્ટ્રેલિયા માટે પોતાની અંતિમ મેચ ૨૦૦૯માં રમી હતી. એક મહિના પછી ટીમે તેમને દારુ પીવા સંબંધિત અને અન્ય મુદ્દાને લઈને ઘણાં નિયમો તોડવા બાબતે તેમને વર્લ્ડ ્૨૦થી પરત ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા અને આ પછી તેમનું ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ ગયું હતું.