ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરનું તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ

મુંબઈ, ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો ડેવિડવાર્નર હવે તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરવાનો છે. તે નિતિન અને શ્રીલીલી સાથે રોબિનહુડ ફિલ્મમાં કેમિયો કરવાનો છે.
ફિલ્મસર્જકે ફિલ્મમાંનુ ડેવિડ વોર્નરનું પ્રથમ લુક પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મ ૨૮ માર્ચના રોજ રિલીઝ થવાની છે. ડેવિડ વોર્નરે ફિલ્મ રોબિનહુડનું પોતાનું પ્રથમ લુક પોસ્ટર શેર કરીને લખ્યુ ંછ ેકે, ઇન્ડિયન સિનેમા, હું આવી રહ્યો છું.
રોબિનહુડ ફિલ્મનો હિસ્સો બનીને રોમાંચિત છું. ફિલ્મના શૂટિંગ દરમિયાન મને બહુ આનંદ અને મજા આવી હતી. ફિલ્મ રોબિનહુડ પહેલા ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ પછીથી તેની રિલીઝ તારીખ લંબાવવામાં આવી હતી. હવે આ ફિલ્મ ઇદના દિવસે રિલીઝ થવાની છે.
પરંતુ આ દિવસે સલમાન ખાનની સિકંદર પણ રિલીઝ થવાની હોવાથી બન્ને ફિલ્મો રૂપેરી પડદે ટકરાશે. પરંતુ સાઉથમાં આ ફિલ્મ સલમાનની ફિલ્મ કરતાં કમાણીમાં આગળ નીકળશે તેવી લોકોની અપેક્ષા છે.
ડેવિડ વોર્નર લાંબા સમયથી તેલુગુ સિનેમાનો ફેન છે. તે સોશિયલ મીડિયા પરપોતાના રીલ્સના કારણે લોકપ્રિય છે. તેમજ તેના હિંદી અન ેતેલુગુ ગીતો પરના ઘણા રીલ વાયરસ થયા છે. સાઉથમાં તેની સારી ફેન ફ્લોઇંગ પણ છે.SS1MS