ઓસ્ટ્રેલિયાની ટિકટોક સ્ટારને થયો ઓનલાઈન પ્રેમ

નવી દિલ્હી, ઓનલાઈનના આ જમાનામાં કોણ કોને ક્યારે દગો આપે તેની કોઈ ગેરેન્ટી હોતી નથી. દુનિયાભરમાં મોટા પાયે આવા ખેલ ચાલી રહે છે.
હવે આવું જ કંઈક ઓસ્ટ્રેલિયાની ટિકટોક સ્ટાર સાથે થયું છે. તેને ડેટિંગ સાઈટ પર કોઈની સાથે લફરુ થયું પણ જ્યારે તે મળવા પહોંચી તો, કહાની કંઈક અલગ જ નિકળી. સિડની નિવાસી ક્રિસ્ટીન અબદીર કોઈ એવી વ્યક્તિ સાથે ઓનલાઈન જાેડાયેલી હતી, જેને તે ‘જે’ના નામથી ઓળખતી હતી.
ત્રણ ચાર મહિના સુધી બંને વચ્ચે ચેટીંગ થયા, પણ જ્યારે તે મળવા પહોંચી તો, ખબર પડી કે, આ તો પુરુષ નહીં પણ મહિલા હતી. રિપોર્ટ્સ અનુસાર, તેણે કહ્યું કે, તેને રિલેશન દરમિયાન શંકા તો ગઈ હતી, જેમ કે વીડિયો કોલ કરવાની ના પાડવી, તેણે દાવો કર્યો કે, તેના ગીતના અવાજનો રેકોર્ડ મોકલશે, પણ તેને ક્યારેય તેના ચહેરા સાથેનો ફોટો કે વીડિયો મોકલ્યો નહીં. તે એક નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટ્રી જાેઈ રહી હતી, જેને દ ગર્લફ્રેન્ડ હૂ ડિડ નોટ એક્ઝિસ્ટ કહેવાય છે.
તેને જાેયા બાદ તેને પોતાના ઓનલાઈન પાર્ટનરના અસ્તિત્વ પર શંકા ગઈ અને તેને વિચાર્યું કે, તે છેતરાઈ રહી છે. તેણે અનુભવ્યું કે, કોઈ પણ પુરુષ કોઈ અન્ય પુરુષની તસ્વીરનો ઉપયોગ કરી શકે છે. તે લગ્ન કરેલો પણ હોય શકે છે. તેને બાળકો પણ હોય શકે છે.
ક્રિસ્ટીનને ત્યારે એ વાતનો અનુભવ થયો જ્યારે તેની સાથે દગો થયો. આખરે સપ્ટેમ્બરમાં તે તેને મળવા ન્યૂઝીલેન્ડ ગઈ. આમ તો તે વ્યક્તિગત રીતે મળવા ન ગઈ, પણ ક્રિસ્ટીન પોતાના મિત્રોની મદદથી આપવામાં આવેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ન્યૂઝીલેન્ડમાં દગાબાજને ટ્રેક કરવામાં સફળ રહી. ક્રિસ્ટીને પોતાના લગભગ ૨ મિલિયન ટિકટોક ફોલોઅર્સ સાથે પોતાનો અનુભવ શેર કર્યો. ડેલી મેલ ઓસ્ટ્રેલિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેણે માફી માગી અને હવે અમે ખૂબ જ સારા દોસ્ત છીએ.SS1MS