એઈશા શાહના પુસ્તક “37 ડેય્ઝ- ધ અનટોલ્ડ સ્ટોરી”નું અમદાવાદ ખાતે વિમોચન
સત્ય ઘટના પર આધારિત સેમિફિક્શન સ્ટોરી વર્ણવે છે આ પુસ્તક-“પ્રેમ” પર આધારિત પુસ્તક સૌથી વધુ યુવા વર્ગને આકર્ષશે
લાઈફમાં ક્યારેક એવો સમય આવે કે તમે કાંઈક લખવા માટે પ્રેરિત થાઓ. અહીં આપણી લેખિકાની પણ કાંઈક એવી જ જર્ની છે. હંમેશા પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં રહેલ યુવા વયના લેખિકા એઈશા શાહ, જેઓ વ્યવસાયે ઈન્ટીરીયર ડીઝાઈનર પણ છે દ્વારા પોતાની પ્રથમ બુક લખવામાં આવી છે. Author Aisa Shah’s book “37 Days- The Untold Story” launched at Ahmedabad
જેનું નામ છે “37 ડેય્ઝ- ધ અનટોલ્ડ સ્ટોરી”. આ પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પુસ્તકના પબ્લિશર પ્રશાંતભાઈ ગાંધી છે.
એક સત્ય ઘટના પર આ એક સેમિફિક્શન સ્ટોરી છે કે જે સૌથી વધુ યુવા વયના લોકોને આકર્ષશે. આ પુસ્તકમાં ડ્રિમી લવ સ્ટોરી વર્ણવવામાં આવી છે. પુસ્તકમાં એવો મેસેજ આપવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિને પોતાની લાઈફમાં અપનાવતા પહેલા તમે પોતાના વ્યક્તિત્વને ઓળખો, ખુદને સમજો. ઓથર એઈશા શાહ માને છે કે પ્રેમ એ તમારી સૌથી મોટી શક્તિ છે.
પ્રેમ એ એવી વસ્તુ છે કે જે મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ તમને સરળતાથી કરાવી દે છે. એક એવી તાકાત છે કે જે તમને પોતાને તમારા વ્યક્તિત્વ અને કાબિલિયત સાથે રૂબરૂ કરાવે છે.
પુસ્તક અંગે જણાવતાં ઓથર એઈશા શાહ જણાવે છે કે, “37 ડેય્ઝ- ધ અનટોલ્ડ સ્ટોરી” એ મારું પ્રથમ પુસ્તક છે અને મને મારા દાદી એ લખવા માટે પ્રેરણા આપી છે. “પ્રેમ” એ એવી વસ્તુ છે કે જે કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વની હોય છે. કોઈકવાર એવો સમય આવે કે આપણને પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જાય અને કોઈ એક ઘટનાના કારણે આપણે કોઈના પર પણ વિશ્વાસ ના કરી શકીએ. તો એવા સંજોગોમાં પોતાના વ્યક્તિત્વને પહેલાં ઓળખવું પડે તે આ પુસ્તકમાં વર્ણવામાં આવ્યું છે.”
આ પુસ્તક લખતા મને 9 મહિના જેટલો સમય લાગ્યો. મારી માતા અને મારા પરિવારે મને આ માટે એખુબ જ સપોર્ટ કર્યો છે અને હંમેશાથી જ મને પ્રોત્સાહન આપ્યું છે અને આજે તેના કારણે મારી બૂક લોકો સુધી પહોંચવા જઈ રહી છે. મારો ભાઈ સિદ્ધાર્થ જેણે હંમેશા મારા પર વિશ્વાસ રાખ્યો અને શરૂઆતથી જ મને સપોર્ટ કર્યો. કહેવાય છે કે ‘અમુક વસ્તુ ક્યારેય બદલાતી નથી,
અને અમુક વસ્તુ આપણને જ હંમેશા માટે બદલી નાખે છે.’- આ જ રીતે આ પુસ્તક દરેક જણને ક્યાંકને ક્યાંક કનેક્ટ કરશે તેવું હું ચોક્ક્સપણે માનું છું.”- વધુમાં તેઓએ જણાવ્યું. 247 પેજનું આ પુસ્તક એમેઝોન અને એમેઝોન કેડીપી પર ઉબલબ્ધ છે.