નંબર પ્લેટના નવા નિયમ બાદ ઓટો કન્સલ્ટન્ટ અને ડીલરો આમનેસામને
સુરત, રાજ્યના ઇ્ર્ંમાં વાહનોની નંબર પ્લેટ બનાવવાનું બંધ થયા બાદ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઘણા વાહનના ડીલરો નંબર પ્લેટનો વધારે ભાવ વસુલતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ઓટો કન્સલ્ટન્ટો દ્વારા ડીલરો દ્વારા જે નંબર પ્લેટના મન ફાવે તેમ ભાવ લેવામાં આવે છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. ડીલરો એક નંબર પ્લેટ ન બનાવી આપતા હોવાનો અને વધુ ભાવ લેતા હોવાનો આક્ષેપ ઓટો કન્સલ્ટન્ટો દ્વારા કરવામાં આવ્યો. ઓટો કન્સલ્ટન્ટોનું કહેવું છે કે, અગાઉ જ્યારે ઇ્ર્ંમાં નંબર પ્લેટ બનતી હતી.
ત્યારે ૩૫૦ રૂપિયામાં નંબર પ્લેટ બની જતી હતી પરંતુ હવે જ્યારે ડીલરોને આ સત્તા આપવામાં આવી છે ત્યારે ડીલરો દ્વારા અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. કોઈ દ્વારા ૫૦૦ રૂપિયામાં નંબર પ્લેટ બનાવી આપવામાં આવે છે. તો કોઈ ૬૦૦ કે કોઈ ૭૦૦ રૂપિયા લઈને નંબર પ્લેટ બનાવે છે.
આ ઉપરાંત જૂની નંબર પ્લેટ તૂટી હોય તો ડીલરો દ્વારા એક નંબર પ્લેટ બનાવી આપવામાં આવતી નથી. ફરજીયાત વાહનની બે નંબર પ્લેટ બનાવવી પડે છે અને એક નંબર પ્લેટ તૂટેલી હોવા છતાં પણ બે નંબર પ્લેટના પૈસા ચૂકવવા પડે છે.
આ ઉપરાંત ઓટો કન્સલ્ટન્ટોનો એવો પણ આક્ષેપ છે કે, ઘણા ડીલરો દ્વારા નંબર પ્લેટ લગાવવા માટે ૧૦-૧૦ દિવસનું વેઇટિંગ આપવામાં આવે છે એટલે કે ૧૦-૧૦ દિવસ સુધી નંબર પ્લેટ તૈયાર કરી આપવામાં આવતી નથી. હવે જ્યારે ડીલરોના હાથમાં આ નંબર પ્લેટની સત્તા આવી છે ત્યારે તેઓ મનસ્વી રીતે વર્તન કરતા હોય તેવો આક્ષેપ સુરતના ઓટો કન્સલ્ટન્ટોનો છે.
ત્યારે આ બાબતને લઈને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાવ વધારો નહીં ચાલે તેવા સૂત્રચાર ઓટો કન્સલ્ટન્ટ ધારકો દ્વારા કરવામાં આવ્યા હતા અને માગણી કરવામાં આવી હતી કે, મનસ્વી રીતે ડીલરો દ્વારા નંબર પ્લેટના જે ભાવો લેવામાં આવે છે તેના પર અંકુશ લાવવામાં આવ્યા અને તંત્ર દ્વારા આવા ડીલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી કરીને વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે અને એક નંબર બે તૂટી હોય તો એક નંબર પ્લેટના જ પૈસા ડીલરો દ્વારા લઈને એક નંબર પ્લેટ લગાવી આપવાની સુવિધા પણ ઉભી કરવામાં આવે.SS1MS