અવાડા ગ્રુપે રૂ. 10,700 કરોડનો ફંડિંગ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
ગ્રીન એનર્જી માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી
મુંબઈ, અગ્રણી સંકલિત ઊર્જા પ્લેટફોર્મ અવાડા ગ્રુપે એશિયા અને ભારતના પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર માટે ગ્રીન એનર્જી ઉદ્યોગ માટે ઐતિહાસિક ક્ષણ તરીકે, રૂ. 10,700 કરોડ (1.3 અબજ ડોલર) ફંડિંગ રાઉન્ડને સફળ રીતે પૂરો કરવાની જાહેરાત કરી છે. આ ફંડિંગ રાઉન્ડ એશિયામાં કોઈપણ ગ્રીન એનર્જી કંપની દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ઈક્વિટી રાઉન્ડ છે. Avaada Group Successfully Closes Historic 10,700 Cr ($1.3 billion) Funding Round, Reinforcing its Commitment to Green Energy
આ ભંડોળનો ઉપયોગ અવાડાના ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન મિથેનોલ, ગ્રીન એમોનિયા, સોલર મેન્યુફેક્ચરિંગ અને રિન્યુએબલ પાવર જનરેશન સાહસોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે, જે ટકાઉ ભવિષ્ય માટે ભારતની પ્રતિબદ્ધતાનો ભાગ છે. આ સિદ્ધિ ગ્રીન એનર્જીમાં રોકાણ અને ટકાઉ ઊર્જા ઉકેલો તરફ વૈશ્વિક સંક્રમણને પ્રોત્સાહિત કરતી સરકારી નીતિઓની અસરકારકતાને રેખાંકિત કરે છે.
પોતાની સૌર ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા માટે અવાડા ગ્રુપે અગાઉ પીએલઆઈ સ્કીમ હેઠળ વેફર-ટુ-મોડ્યુલ ક્ષમતાના 3GW એકમ માટે રૂ. 961 કરોડ (116.78 મિલિયન ડોલર)નું પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ જીત્યું હતું. સફળ ફંડિંગ રાઉન્ડ સાથે જોડાયેલી આ જીત, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અવાડાની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે અને ટકાઉ ભવિષ્ય માટે ગ્રીન એનર્જીને ઉપયોગમાં લેવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
પોતાની સિદ્ધિઓની યાદીમાં ઉમેરતા, અવાડા એનર્જી પ્રાઈવેટ લિમિટેડે કોર્પોરેટ ગ્રાહકો અને યુટિલિટીઝ તરફથી છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 1.8 GWના મૂલ્યના અનેક ટેન્ડર જીત્યા છે. આ સફળતા રિન્યુએબલ એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવાની અવાડાની ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તા, ટકાઉ ઊર્જા ઉકેલો પહોંચાડવા માટેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બ્રુકફિલ્ડ રિન્યુએબલ્સ, તેના બ્રુકફિલ્ડ ગ્લોબલ ટ્રાન્ઝિશન ફંડ (બીજીટીએફ) દ્વારા અગાઉ અવાડા વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડમાં રૂ. 8,225 કરોડ (1 અબજ ડોલર) સુધીનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત, અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (એઈપીએલ)માં 42.93% ઇક્વિટી હોલ્ડિંગ ધરાવનાર વર્તમાન શેરહોલ્ડર ગ્લોબલ પાવર સિનર્જી પબ્લિક કંપની લિમિટેડે (જીપીએસસી)
એઇપીએલમાં વધારાના રૂ. 1,917 કરોડ (233 મિલિયન ડોલર)નું રોકાણ કરીને તેની મૂડી વધારવાનું વચન આપ્યું છે જે કંપનીના વિકાસને ટેકો આપે છે. ત્યારબાદ આ એપ્રિલમાં એઈપીએલમાં જીપીએસસીએ રૂ. 558 કરોડ (68 મિલિયન ડોલર)નું અગાઉનું રોકાણ આવ્યું હતું જેનાથી અવાડામાં તેમનું કુલ રોકાણ લગભગ રૂ. 6,037 કરોડ (779 મિલિયન ડોલર) થઈ ગયું છે.
આ સફળ ફંડિંગ રાઉન્ડ પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર નવીનતા અને ટેકનોલોજી પસંદ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પરંપરાગત ઊર્જા અથવા અદ્યતન ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિકાસ કરવાની ક્ષમતા સાથે દેશ નિર્ણાયક ક્ષણે ઊભો છે. ગ્રીન ટેક્નોલોજીની પસંદગી ગ્લોબલ ટ્રાન્ઝિશન ફંડ દ્વારા પ્રચંડ તકો ઊભી કરી રહી છે.
અવાડા ગ્રુપના ચેરમેન અને ફાઉન્ડર શ્રી વિનીત મિત્તલે જણાવ્યું હતું કે, “આ ફંડિંગ રાઉન્ડ અવાડા ગ્રુપની સફર અને ભારતના ઊર્જા સંક્રમણમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. અમે અમારા રોકાણકારો અને ભારત સરકારના સમર્થન માટે આભારી છીએ, જે અમને વૈશ્વિક ઊર્જા સંક્રમણમાં યોગદાન આપવા અને ટકાઉ ભવિષ્યના અમારા વચનને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવી રહ્યા છે.”
ગ્લોબલ પાવર સિનર્જી પબ્લિક કંપની લિમિટેડ (જીપીએસસી)ના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી વોરાવત પિતાયાસિરીએ જણાવ્યું હતું કે “એઈપીએલમાં વધુ રોકાણ કરવાનો અમારો નિર્ણય રિન્યુએબલ એનર્જી સેક્ટર પ્રત્યેના તેમના વ્યૂહાત્મક અભિગમમાંના અમારા વિશ્વાસ પર આધારિત છે, જેનું લક્ષ્ય 2026માં ઓછામાં ઓછું 11 GW પ્રાપ્ત કરવાનું છે. રિન્યુએબલ પાવર જનરેશન માટે એઈપીએલની પ્રતિબદ્ધતા ટકાઉ વૃદ્ધિ અને નવીનતા પરના અમારા પોતાના ધ્યાન સાથે સંલગ્ન છે.”
અવાડા ગ્રૂપે ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન મિથેનોલ, ગ્રીન એમોનિયાના ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને સોલર સેલ તથા મોડ્યુલના ઉત્પાદન સાથે સોલર પીવી સપ્લાય ચેઇનમાં તેની ફૂટપ્રિન્ટ્સનો વિસ્તાર કર્યો છે. કંપની હાલમાં અમલીકરણના વિવિધ તબક્કામાં 4 GW અને લગભગ 7 GWના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોનું સંચાલન કરે છે.