Western Times News

Gujarati News

અવિનાશ સચદેવ બહેન શફક સાથે રિલેશનશીપમાં હતો

મુંબઈ, બિગ બોસ ઓટીટી ૨માંથી હાલમાં જ ટીવી એક્ટ્રેસ ફલક નાઝ આઉટ થઈ છે. શોમાંથી ફલક બહાર થઈ જતાં તે ઉદાસ થઈ સાથે જ તેનો ખાસ ફ્રેન્ડ અવિનાશ પણ દુઃખી થયો હતો. શોમાંથી બહાર આવતાં જ ફલકે અવિનાશ સાથેના બોન્ડ વિશે વાત કરી હતી. ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાં ફલક અને અવિનાશના સંબંધોની ખૂબ ચર્ચા થઈ રહી છે. અવિનાશ પોતાની લાગણીઓ ખુલીને વ્યક્ત કરી રહ્યો છે જ્યારે ફલક હજી પણ મૂંઝવણમાં છે. Avinash Sachdev was in a relationship with Falaq’s sister Shafaq

ફલકે અવિનાશ સાથેના સંબંધને ખાસ ગણાવ્યો છે પણ હજી તે તેને કોઈ નામ આપવા તૈયાર નથી. વળી, ભૂતકાળમાં અવિનાશ ફલકની બહેન શફકને ડેટ કરી ચૂક્યો છે તેવા રિપોર્ટ્‌સ છે. આ મુદ્દે પણ ફલકે વાત કરી છે. અવિનાશ સાથેના બોન્ડ વિશે વાત કરતાં ફલકે કહ્યું, “અવિનાશ સાથે મારું બોન્ડ ખાસ અને મજબૂત છે કારણકે શોની આખી જર્ની દરમિયાન એક દિવસ પણ તેણે મને એકલી નથી પડવા દીધી.

હું કેટલીયવાર દુઃખી થઈ હતી પરંતુ તે હંમેશા મારી પડખે રહ્યો હતો. તે મને સમજે છે અને એ જ કારણે અમારું બોન્ડ મજબૂત થયું હતું. મારા પરિવારને અમારા સંબંધ સામે કોઈ વાંધો નથી. જાે મારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે મને સમજતી હોય તો પછી શા માટે તેમને વાંધો હોય? મારો પરિવાર ખૂબ સારો છે.

અવિનાશ સાથેનું મારું બોન્ડ સરસ છે અને તે શોમાંથી બહાર આવશે પછી હું તેની સાથે મુલાકાત કરીશ. શફક અને અવિનાશ એકબીજાને ડેટ કરી ચૂક્યા છે તો શું તેને આ વાતથી ફરક પડે છે? આ પ્રશ્નના જવાબમાં ફલકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને આ અંગે કંઈ જ ખબર નથી. અમે એવા તબક્કે છીએ જ્યાં આ બધી વાતોને મેચ્યોરિટીથી હેન્ડલ કરી શકીએ છીએ.

જાે ક્યારેય આ વાત ઉઠી તો અમે લોકો શાંતિથી આ મુદ્દે વાત કરી લઈશું. આ વાત ખૂબ જૂની છે એટલે અત્યારે તેનો કોઈ અર્થ પણ નથી. એકવાર અમે આ મુદ્દે વાત કરી લઈશું તો મને ખાતરી છે કે ઘીના ઠામમાં ઘી ઠરશે. જણાવી દઈએ કે, અવિનાશ અને શફક ‘તેરી મેરી લવ સ્ટોરીઝ’ના એપિસોડ ‘સોન્ગ્સ’ના શૂટિંગ વખતે પ્રેમમાં પડ્યા હતા. જાેકે, અવિનાશે આ સંબંધમાંથી પીછેહઠ કરી હતી. જેથી શફક અને અવિનાશના સંબંધનો છ મહિનામાં જ અંત આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.