અવિનેશ રેખી અને તનિષ્કા મેહતા ‘ઇક કુડી પંજાબ દી’માં મુખ્ય ભૂમિકા ભજવશે
ઝી ટીવીનો આગામી કાલ્પનિક શો, ‘ઇક કુડી પંજાબ દી’એ એક જાેરદાર નાટક છે, જે દર્શકોને તેની સમર્થ વાર્તા અને સારી રીતે લખાયેલા પાત્રોથી જકડી રાખશે. ડોમ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ આ શો અનઅપેક્ષિત વણાંકોથી ભરેલી આકર્ષક વાર્તાને રજૂ કરવા તૈયાર છે.
પંજાબના કપુરથલાના રજવાડા પર આધારીત આ વાર્તામાં જાટ જાગીરદાર પરિવારમાં જન્મેલી સુંદર, મસ્તીભરી યુવતી હિર ગરેવાલની વાર્તા છે. તેની સૌથી મોટી પ્રાથમિક્તા છે, તેના પરિવારની સુખાકારી. જાે કે, જ્યારે તેના લગ્ન અટવાલ પરિવારમાં થાય છે, ત્યારે વાર્તામાં એક અનઅપેક્ષિત વણાંક આવે છે,
ત્યારે બધા માટે એક આશ્ચર્ય થાય છે કે, ‘જિસને માંગી સબકી ખૈર…. વક્તને કિયા હૈં… ક્યું ઉસ સે બૈર?’ જીવનની અત્યંત ઉતાર-ચડાવવાળી ઘટના બાદ, હીર તેના અંતરઆત્માને ઓળખીને અન્યાયની સામે લડવા તથા હકિકતનો દાવો કરવા ઉભી થાય છે.
આ તોફાની પ્રવાસ દરમિયાન તેને તેના બાળપણના મિત્ર રાંઝા જે રણજીત તરીકે પણ ઓળખાય છે, તેનો ભરપૂર સાથ મળે છે. અહીં રાંઝાનું પાત્ર કરી રહ્યો છે, ટીવીના દિલોંની ધડકન અવિનેશ રેખી અને હીરનું પાત્ર અત્યંત સુંદર અભિનેત્રી તનિષા મેહતા કરી રહી છે.
અવિનેશ રેખી કહે છે, “અમારા શોમાં હીરના જીવનને બતાવવામાં આવ્યું છે, જે માનવિય જુસ્સા અને સંબંધની શક્તિનું પ્રતિબિંબ છે. આ અદ્દભુત શોનો હિસ્સો બનતા હું ખૂબ જ ઉત્સાહિત છું અને દર્શકોની સામે અમારા જીવનના ઉતાર-ચડાવને રજૂ કરવા હવે ઉત્સાહિત છું.
તનિષા મેહતા કહે છે, “ઇક કુડી પંજાબ દીનો હિસ્સો બની તથા હીરના પાત્રને કરતા હું ખૂબ જ ઉત્સાહિત છું. આ એક જકડી રાખતી પ્રેમ, સ્થિરતા તથા મિત્રતાના અતૂટ બંધનની વાર્તા છે. મારા માટે હીરએ ખરેખર પ્રેરણા છે અને મને લાગે છે કે, દર્શકો પણ તેને જાેઈને એવું જ અનુભવશે.