Western Times News

Gujarati News

EDએ એવોન કોલ્ડ સ્ટોરેજની રૂ. ૧.૩૦ કરોડની મિલકતો જપ્ત કરી: યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે છેતરપિંડી

આરોપીઓએ ગુનાહિત કાવતરું ઘડીને રેકોર્ડ ખોટા બનાવીને અને ખોટા બનાવટી દસ્તાવેજો પૂરા પાડીને,  અપ્રમાણિક રીતે લોન સુવિધાનો લાભ લઈને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (યુબીઆઈ) સાથે છેતરપિંડી કરી છે.

(એજન્સી)અમદાવાદ, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની અમદાવાદ ઝોનલ ઓફિસે મેસર્સ એવોન કોલ્ડ સ્ટોરેજ પ્રાઈવેટ લિમિટેડ સામે પીએમએલએની સ્પેશિયલ કોર્ટ સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની જોગવાઈઓ હેઠળ પ્રોસિકયુશન ફરિયાદ દાખલ કરી છે. ઈડીએ કંપનીની રૂ.૧.૩૦ કરોડની મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે મેસર્સ એવોન કોલ્ડ સ્ટોરેજ પ્રાઈવેટ લિમિટેડ, તેના ડિરેકટરો, અન્ય ખાનગી વ્યક્તિઓ, જાહેર સેવકો સામે તપાસ શરૂ કરી છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરું ઘડીને રેકોર્ડ ખોટા બનાવીને અને ખોટા બનાવટી દસ્તાવેજો પૂરા પાડીને,

અપ્રમાણિક રીતે લોન સુવિધાનો લાભ લઈને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (યુબીઆઈ) સાથે છેતરપિંડી કરી છે. ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે મેસર્સ એવોન કોલ્ડ સ્ટોરેજ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા યુનિયન બેન્ક (અગાઉ આંધ્ર બેન્ક તરીકે ઓળખાતી) પાસેથી ટર્મ લોન સુવિધા મેળવવામાં આવી હતી કારણ કે કથિત રીતે બીજી કંપની પાસેથી બોગસ પ્રોફોર્મા ઈન્વોઈસ બનાવ્યા હતા.

આ ક્રેડિટ સુવિધાઓ કોલ્ડ સ્ટોરેજ યુનિટ સ્થાપવા માટે પ્લાન્ટ અને મશીનરી ખરીદવા માટે આપવામાં આવી હતી. જો કે, તે રકમનો ઉપયોગ તે હેતુ માટે કરવામાં આવ્યો ન હતો. ટર્મ લોનને વિવિધ સંસ્થાઓ દ્વારા ફરીથી રૂટ કરવામાં આવી હતી અને ૩.૯ર કરોડ રૂપિયા રોકડમાં ઉપાડવામાં આવ્યા હતા જેનાથી કોઈ મનિ ટ્રેલ બાકી રહ્યો ન હતો. લોન કરારમાં જણાવેલા હેતુઓ સિવાય ભંડોળનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.