Western Times News

Gujarati News

અવ્વલ કન્યા ગૃહ: નારીશક્તિના સમર્થન માટે નવી સંસ્થા શરૂ થઈ

અમદાવાદ, નારીશક્તિનું પ્રતિક અને સમાજમાં મહિલાઓ માટે સશક્તિકરણનો પરિચય આપતી અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ કન્યા ગૃહ નામની નવી સંસ્થાનું  ઉદઘાટન હર્ષ અને ગૌરવ સાથે કરવામાં આવ્યું છે.

આ સંસ્થા મહિલાઓ અને કન્યાઓના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે સમર્પિત છે.આ સંસ્થાનું મુખ્ય હેતુ એ છે કન્યાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું, તેમનો સર્વાગી વિકાસ સુનિશ્ચિત કરવો અને સમાજમાં તે હક્કથી જીવન જીવી શકે એ માટે આવશ્યક કુશળતાઓ પ્રદાન કરવાનો છે.

અવ્વલ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અભિસાર કલાલ દ્વારા જાણવામાં આવ્યું હતું કે , આ સ્વપ્ન સાકાર થઇ રહ્યું હોય એવું લાગે છે.આ બધુજ અવ્વલ ફાઉન્ડેશન પર તેના દાતાશ્રીઓનો વિશ્વાસ અને સમગ્ર અવ્વલ ફાઉન્ડેશનની ટીમની મેહનતના કારણેજ શક્ય બન્યું છે.

સમાજમાં સ્વાભિમાન સાથે જીવન જીવી શકે એ માટે આવશ્યક માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવાનું છે. અવ્વલ કન્યા ગૃહ સંસ્થાની સ્થાપના તે વિચારસરણી પર આધારિત છે કે “હર એક બાળકી સશક્ત બને તો આખું સમાજ આગળ વધી શકે છે.” અવ્વલ કન્યા ગૃહ માને છે કે દરેક બાળકીનું સશક્તિકરણ સમાજના સમગ્ર વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સંસ્થા કન્યાઓને તેમના જીવનમાં નવી શિખર પર પહોંચાડવા માટે મદદરૂપ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.