સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના કુલ 8 વ્યક્તિ વિશેષને એવોર્ડ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ અને સેવ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ સમારોહમાં સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના કુલ 8 વ્યક્તિ વિશેષને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ યુવાઓના સર્વાંગી વિકાસ માટેના સરકારના પ્રયાસોમાં સાંસ્કૃતિક યોદ્ધાઓના સહયોગ બદલ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે શીલ, સંસ્કૃતિ અને સદાચારની રક્ષા કરનારને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોને પણ સાંસ્કૃતિક યોદ્ધા બનવાનું આહવાન કર્યું હતું.