નયારા એનર્જીને સામાજિક જવાબદારી અને સામુદાયિક કાર્યો બદલ એવોર્ડ્સ
મુંબઇ, આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીને ફિક્કી સીએસઆર સમિટની ૨૦મી આવૃત્તિમાં ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એપ્રિસિએશન પ્લેક’ અને ગ્લોબલ સસ્ટેનિબિલિટી લીડરશીપ એવોર્ડ્સની ૯મી આવૃત્તિમાં ‘સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠીત એવોર્ડ્સ સર્વસમાવેશી વૃધ્ધિ તથા સસ્ટેનેબલ લાઇવલિહુડ અને એન્વાયર્નમેન્ટ સસ્ટેનિબિલિટી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને હેલ્થ સેનિટેશનનાં ક્ષેત્રોમાં અસરકારક ભૂમિકા ભજવવાની નયારા એનર્જીની ઊંડી પ્રતિબધ્ધતાની કદર કરે છે.
૧૨ ડિસેમ્બર, ૨૦૨૨નાં રોજ ફિક્કી દ્વારા આયોજિત સીએસઆર સમિટમાં આદિવાસી બાબતો અંગેનાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ નયારા એનર્જીને તેનાં ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘તુષ્ટિ’ માટે પ્રશંસાની તક્તી અર્પણ કરી હતી. આ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકામાં પોષણના માપદંડોમાં સુધારો કરવાની અને આ વિસ્તારને ‘કુપોષણથી મુક્ત’નો દરજ્જાે અપાવવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
આ પ્રોજેક્ટ હેઠળનાં સર્વગ્રાહી અભિગમમાં વિવિધ પહેલ અને યોજનાઓને આવરી લેવામાં આવી છે, જેમાં બાળ કુપોષણ અને સારવાર કેન્દ્ર, ઘરે ઘરે જઇને મુલાકાત, હેલ્થ કિઓસ્ક અને શિક્ષણ, કુપોષણ અને અપૂર્ણ પોષણની સમસ્યાને મૂળમાંથી ડામવા, પુખ્ત છોકરીઓ, સગર્ભા મહિલા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે જાગૃતિ અને સ્વચ્છતાનાં સેશનનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં લોંચ થયો ત્યારથી આ પ્રોજેક્ટે ઓછાં વજનવાળાં બાળકોમાં કુપોષણમાં ૭૦ ટકા સુધીનો અને અત્યંત ઓછા વજન બાળકોમાં કુપોષણમાં ૫૨ ટકા સુધીનો ઘટાડો કરવામાં મદદ કરી છે.
૧૩ ડિસેમ્બર, ૨૦૨૨નાં રોજ યોજાયેલી ગ્લોબલ સસ્ટેનિબિલિટી લીડરશીપ એવોર્ડ્સની ૯મી આવૃત્તિમાં પણ નયારા એનર્જીને તેનાં ગ્રામ સમૃધ્ધિ કાર્યક્રમ હેઠળ સાતત્યપૂર્ણ જળ સંચાલનમાં નોંધપાત્ર પ્રયત્નો બદલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં જામનગરનાં ૧૫ ગામડાંમાં જળ સંસાધન સંચાલન, પૂરતી જળ પ્રાપ્તિ, સ્વચ્છતા, કૃષિ પ્રણાલિ અને સાતત્યપૂર્ણ જીવનશૈલીની વાસ્તવિક સ્થિતિ સુધારવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વધારાનો જળ સંગ્રહ કરીને ૧૭.૩૮ મિલિયન ક્યુબિક મીટર્સ ભૂગર્ભ જળ રિચાર્જ કરવા ઉપરાંત લાભાર્થીઓને રૂ.૧૮ કરોડની આવક પણ પૂરી પાડવામાં આવી છે.
નયારા એનર્જી લિમિટેડના સીઇઓ ડો. અલોઇસ વિરાગે જણાવ્યું હતું કે, “અમને અત્યંત આનંદ છે કે આટલાં પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં અમારા સીએસઆર પ્રયત્નોની કદર કરવામાં આવી છે. આ એવોર્ડ્સ સામાજિક કલ્યાણ, સામુદાયિક વિકાસ અને સાતત્યતા પ્રત્યેની નયારા એનર્જીની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. અમે જ્યાં કામ કરીએ છીએ તે વિસ્તારનાં સ્થાનિક સમુદાયનાં ઉત્થાન માટે અમે પ્રતિબધ્ધ છીએ.”