એક્સિસ બેન્ક રજુ કરે છે ‘દિલ સે ઓપન’ સેલિબ્રેશન ફેસ્ટીવ કેમ્પેન
એક્સિસ બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારક જાણીતી બ્રાન્ડ્સમાંથી એક લાખથી વધુ પ્રોડક્ટ્સ પર ઓફરનો લાભ લઇ શકે છે
હોમ લોન પર 6.90 ટકા અને ઓટો લોન પર 7.99 ટકાથી શરૂ થતા વિશેષ વ્યાજદર
કૃષિ લોન જેવી ગ્રામીણ પ્રોડક્ટસ પર લાભ, ગ્રામીણ અને એમએસએમઇ બિઝનેસ સોલ્યુશન્સ પર આકર્ષક વ્યાજદર
મુંબઇ, ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજા ક્રમની મોટી બેન્ક એક્સિસ બેન્કે તહેવારોને ધ્યાનમાં રાખીને આજે ‘દિલ સે ઓપન’ સેલિબ્રેશન્સ નામના કેમ્પેનનો પ્રારંભ કર્યો છે, જેમાં એક્સિસ બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ દ્વારા એક લાખથી વધુ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સમાંથી ખરીદી પર રોમાંચક ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.
આ તહેવારોની મોસમમાં રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકો એક્સિસ બેન્ક અને તેની પેટાકંપનીઓ-એક્સિસ ફાઇનાન્સ અને એક્સિસ ડાયરેક્ટમાંથી પણ ઓફરનો લાભ લઇ શકે છે. એક્સિસ બેન્કના કાર્ડધારકો હવે પાર્ટનર બ્રાન્ડ્સ ઉપરાંત બેન્કની વેબસાઇટ પર ‘હોસ્ટ’ કરવામાં આવેલા ‘ગ્રેબ ડીલ્સ’ પ્લેટફોર્મ દ્વારા શોપિંગ કરીને વિવિધ ઓફરના લાભ લઇ શકે છે.
ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, કરિયાણું, મનોરંજન સહિતની અનેક કેટેગરીની વસ્તુની ખરીદી પર આ લાભ મળશે. બેન્કે એમેઝોન, ફ્લિપકાર્ટ, વેસ્ટસાઇડ, માર્ક્સ એન્ડ સ્પેન્સર્સ, સેમસંગ, એલજી, ટાટા ક્લિક, વ્હર્લપુલ, એચપી, ડી માર્ટ સહિતની ટોચની બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે. ગ્રાહકો આ ખરીદી પર આકર્ષક ઇએમઆઇનો લાભ પણ મેળવી શકે છે.
એક્સિસ બેન્ક લોનની જરૂરિયાત ધરાવતા ગ્રાહકોને કેટલાંક મહત્વના લાભ પણ આપી રહી છે-
6.9 ટકાથી શરૂ થતા વ્યાજદરે હોમ લોન્સ
7.99* ટકાથી શરૂ થતા વ્યાજદરે કાર લોન અને ઓન-રોડ ફન્ડિંગના 100 ટકા સુધી
પ્રતિ ₹10,000એ ₹278 જેટલાં નીચા ઇએમઆઇ પર ટુ-વ્હિલર લોન (48 મહિનાની મુદત સુધી) અને ઓન-રોડ ફન્ડિંગના 100 ટકા સુધી
પર્સનલ લોન્સ- 10.49 ટકાથી શરૂ થતા વ્યાજદર/પ્રતિ લાખ ₹2149નો ઇએમઆઇથી પ્રારંભ
એજ્યુકેશન લોન્સ-વર્તમાન લોન ટ્રાન્સફરમાં 10.50 ટકાથી શરૂ થતા વ્યાજદર
ગોલ્ડ લોન્સ-₹બે લાખ સુધીની લોન પર પ્રોસેસિંગ ફી 0.25 ટકા આકર્ષક ROI (રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ)એ બિઝનેસ લોન અને પ્રોસેસિંગ ફી પર 25 ટકા ડિસ્કાઉન્ટ
ઇએમઆઇ આધારિત Rs.10 લાખથી વધુની ડોક્ટર લોન- 10.75 ટકાથી શરૂ થતા ROI અને 0.5 ટકા પ્રોસેસિંગ ફી
વર્કિંગ કેપિટલ લોન્સ માટે પ્રોસેસિંગ ફી પર 50 ટકા ડિસ્કાઉન્ટ મેળવો
‘દિલ સે ઓપન’ સેલિબ્રેશન્સ રજૂ કરતા એક્સિસ બેન્કના પ્રેસિડન્ટ અને હેડ બ્રાન્ચ બેન્કિંગ (રિટેલ લાયાબિલિટીઝ એન્ડ પ્રોડક્ટ્સ) રવિ નારાયણનને જણાવ્યું હતું કે, “આ તહેવારોની મોસમમાં અમારા ગ્રાહકોને વ્યાપક વિકલ્પો આપવા માટે પ્રતિષ્ઠીત બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે. એક્સિસ બેન્ક ગ્રાહકો તેમના વર્ષો જુના સ્વપ્ન સાકાર કરી શકે તે માટે તેમને નાણાંકીય રીતે સશક્ત કરવા હોમ લોન્સ, ઓટો લોન્સ, ગોલ્ડ લોન્સ અને બિઝનેસ લોન્સ પર વિશેષ વ્યાજદર ઓફર કરી રહી છે. ગિફ્ટ મેળવવી એ સારી અનુભુતિ છે, પણ આપવાનો આનંદ એનાથી પણ વિશેષ છે.
આ તહેવારોની મોસમમાં અમે અમારા ગ્રાહકોને ‘દિલ સે ઓપન’ રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ અને પોતાના વ્હાલાઓને તેમની ગમતી ચીજ આપે તેવું ઇચ્છીએ છીએ. તેમની ઇચ્છાઓ પુરી થતી જોવી તેનાથી મોટો સંતોષ બીજો કોઇ નથી.’’
બેન્ક ઉપરાંત એક્સિસ ડાયરેક્ટ પણ મૂહુર્ત ટ્રેડિંગ (14 નવેમ્બર 2020) દરમિયાન કરવામાં આવનારા સોદા પર બ્રોકરેજમાં 50 ટકા કેશબેક ઓફર કરવામાં આવશે. પ્રથમ ઇક્વિટી એસઆઇપી ટ્રાન્ઝેક્શન પર અને મોબાઇલ એપ પર પ્રથમ ટ્રેડ પર ‘એજ’ રિવોર્ડ પોઇન્ટ્સ આપવામાં આવશે. એક્સિસ ફાઇનાન્સ પસંદગીના જસ્ટ ઇન ટાઇમ સ્ટોર્સ પર સ્વારોવ્સ્કી, સિટિઝન, સિકો, ટિસ્સો વગેરે બ્રાન્ડ્સ પર 20 ટકા સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ અને 6 મહિના સુધીની લોન માટે ઝીરો પ્રોસેસિંગ ફી અને ઝીરો ડાઉન પેમેન્ટની સુવિધા આપશે.