એક્સિસ બેંકે કુંભ મેળામાં યાત્રાળુઓને મદદ કરવા ATM વેન અને ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો લગાવ્યા
એક્સિસ બેંકે કુંભ મેળામાં યાત્રાળુઓને મદદ કરવા શ્રેણીબદ્ધ પહેલો શરૂ કરી
ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે પ્રયાગરાજમાં કુંભ મેળાના પવિત્ર પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓને ઝંઝટરહીત અને સુરક્ષિત અનુભવ પ્રદાન કરવા માટે શ્રેણીબદ્ધ પહેલો શરૂ કરી છે. કુંભ મેળો એ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓ પૈકી એક ગણાય છે. તેના કદ અને મહત્વને ઓળખીને એક્સિસ બેંકે ફિજિકલ અને ડિજિટલ બંને ક્ષેત્રોમાં લાખો યાત્રાળુઓને સશક્ત બનાવવા માટે ઓન-ગ્રાઉન્ડ સહાય, નાણાકીય સુલભતા અને મોટા પાયે જાગૃતિ કાર્યક્રમોને સંકલિત કર્યા છે. Axis Bank Launches Series of Initiatives to Support Pilgrims at Kumbh Mela.
એક્સિસ બેન્કે પરંપરાથી આગળ વધીને યાત્રાળુઓના કલ્યાણ, ડિજિટલ સુરક્ષા અને ટકાઉ ઉકેલોને પ્રાધાન્ય આપવા સર્વિસ આધારિત પહેલોની એક શ્રેણી ઓફર કરી છે.
- સાયબર સિક્યુરિટી વિશે જાગૃતિ અભિયાન: SanskritPassword.com અને DevanagariPIN.com
એક્સિસ બેંકે વધી રહેલા સાયબર જોખમોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં SanskritPassword.com રજૂ કર્યું હતું. આ એક એવું પ્લેટફોર્મ છે જે સુરક્ષિત પાસવર્ડ્સ જનરેટ કરવા માટે સંસ્કૃતની જટિલતાનો લાભ લે છે. તેનાથી સાયબર એટેક સામે રક્ષણ મળી શકે છે. પ્લેટફોર્મ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક્સિસ બેંકે કુંભ મેળામાં ક્યુઆર કોડ સક્ષમ કીચેનનું જીવંત પ્રદર્શન અને વિતરણનું આયોજન કર્યું છે, જે વપરાશકર્તાઓને વેબસાઇટ સાથે લિંક કરે છે અને સુરક્ષિત પાસવર્ડ રચવાનું સરળ બનાવે છે. એક્સિસ બેંકની શાખાઓ અને નિર્ધારિત કિઓસ્કમાં 25 દિવસ સુધી ચાલનારી આ પહેલનો હેતુ યાત્રાળુઓને ડિજિટલ સુરક્ષા વિશે શિક્ષિત કરવાનો છે.
આ ઉપરાંત એક્સિસ બેંકે DevanagariPIN.com રજૂ કર્યું છે જે બેંકિંગ સુરક્ષાને વધારવા માટેનું એક નવીનતાપૂર્ણ ટૂલ છે. આ સાધન યુઝર્સને દેવનાગરી લિપિનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ શબ્દોને સંખ્યાત્મક કોડમાં રૂપાંતરિત કરીને વ્યક્તિગત અને સુરક્ષિત પિન રચવાની સુવિધા આપે છે.
- ઓન-ગ્રાઉન્ડ સહાય: એક્સિસ બેંકની શાખાઓમાં હેલ્પ ડેસ્ક
પોતાના ઓન-ગ્રાઉન્ડ સપોર્ટને વધુ મજબૂત બનાવીને એક્સિસ બેંકે પ્રયાગરાજમાં તેની 11 શાખાઓમાં ખાસ હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે. યાત્રાળુઓ માટે આ ડેસ્ક મુખ્ય સંસાધન તરીકે કામ કરે છે, જે મેળામાં નેવિગેશન વિશે માર્ગદર્શન, કરન્સી એક્સચેન્જ સહિતની નાણાકીય સહાયતા અને તેમના એકંદર અનુભવને વધારવા માટે સામાન્ય માહિતી પૂરી પાડે છે.
- મોબાઈલ એટીએમ વેન અને ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો ગોઠવવા – એક્સિસ બેંકે કુંભ મેળાના એરિયાની અંદર એક મોબાઈલ એટીએમ વેન ગોઠવી છે, જે રોકડ ઉપાડ, કરન્સી એક્સચેન્જ અને સિક્કાના વિતરણ માટે સરળ ઍક્સેસ પૂરુ પાડે છે. બેંકની કરન્સી ચેસ્ટથી સીધી સંચાલિત આ પહેલ શ્રદ્ધાળુઓને સંગઠીત નાણાકીય સુલભતા પ્રદાન કરશે.
આ ઉપરાંત એક્સિસ બેન્કે મેળામાં સસ્ટેનેબલ (ટકાઉ) પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે નગર નિગમ પ્રયાગરાજ સાથે ભાગીદારી કરી છે જેમાં વધુ લોકો આવતા હોય તેવી જગ્યાએ કાપડની થેલીના ચાર વેન્ડિંગ મશીનો ગોઠવવામાં આવ્યા છે, જે શ્રદ્ધાળુઓને આવશ્યક ચીજવસ્તુઓ લઈ જવા માટે ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો પસંદ કરવા પ્રોત્સાહિત કરે છે.
- ડિજિટલ જાગૃતિ ચલાવવી: સીબીડીસી શિક્ષણ માટે રિઝર્વ બેન્ક સાથે સહયોગ – ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના સહયોગથી એક્સિસ બેન્ક સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પર પાંચ દિવસીય જાગૃતિ અભિયાનમાં પણ ભાગ લઈ રહી છે. તેમાં શ્રદ્ધાળુઓને ડિજિટલ કરન્સી અને છેતરપિંડી નિવારણના પગલાં વિશે શિક્ષિત કરવા માટે બેંકના બે પ્રતિનિધિઓ મેળાની અંદર આરબીઆઈના કેમ્પમાં તૈનાત કર્યા છે.
- યાત્રાળુઓને ઠંડી સામે રક્ષણ આપવા ઊનની ટોપીનું વિતરણ –
શિયાળાની આકરી ઠંડીમાં શ્રદ્ધાળુઓને મદદ કરવાના ભાગરૂપે એક્સિસ બેંક કુંભ મેળામાં ઘાટ, અખાડા, બેંક શાખાઓ અને કિઓસ્ક સહિત વ્યૂહાત્મક સ્થળોએ ઊનની 80,000 કેપ્સનું વિતરણ કરી રહી છે. મહત્તમ પહોંચ સુનિશ્ચિત કરવા માટે બેંકની વિશેષ ટીમ આ વિતરણની દેખરેખ રાખે છે.
આ વિશે વાત કરતા એક્સિસ બેન્કના બ્રાન્ચ બેંકિંગના પ્રેસિડેન્ટ અને હેડ અર્નિકા દીક્ષિતે જણાવ્યું હતું કે, “2025ના કુંભ મેળામાં હાજરી આપનારા લાખો શ્રદ્ધાળુઓની સેવા કરવી એ એક્સિસ બેંક માટે સંપૂર્ણ સન્માનની વાત છે, જે વિશ્વાસ, ભક્તિ અને એકતાની સામૂહિક ભાવનાને પ્રસ્થાપિત કરે છે.
એક્સિસ બેંક ખાતે અમે માનીએ છીએ કે સાચી સર્વિસ ટ્રાન્ઝેક્શન કરતા આગળ છે, તે અનુભવોને સક્ષમ કરવા, સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને આ આધ્યાત્મિક યાત્રા પર નીકળેલા દરેક શ્રદ્ધાળુને સશક્ત બનાવવા વિશે છે. આ પહેલ દ્વારા અમે લાખો યાત્રાળુઓ માટે 2025ના કુંભ મેળાના અનુભવને સુરક્ષિત, વધુ અનુકૂળ અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવતા, નાણાકીય સમાવેશ, ડિજિટલ સશક્તિકરણ અને સમુદાયના કલ્યાણ માટેની અમારી પ્રતિબદ્ધતાને જાળવી રાખીએ છીએ.”
ઓન-ગ્રાઉન્ડ સહાયતા, ડિજિટલ સુરક્ષા અને ટકાઉ ઉકેલો સાથે નાણાકીય સુલભતા પૂરી પાડીને એક્સિસ બેન્ક એ સુનિશ્ચિત કરી રહી છે કે શ્રદ્ધાળુઓ સુરક્ષા અથવા સગવડની ચિંતા કર્યા વિના તેમની આધ્યાત્મિક યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. આ પવિત્ર પ્રસંગે કરોડો લોકો એકઠા થતા હોવાથી એક્સિસ બેન્ક સમુદાયોને સમર્થન આપવાના અને સશક્તિકરણના તેના મિશનમાં અડગ રહે છે, જે ખરેખર મહત્વના સમયે વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકેની તેની કામગીરીને વધુ મજબૂત બનાવે છે.