લગ્નના પાંચ વર્ષ બાદ પિતા બનવાનો છે અયાઝ ખાન

મુંબઈ, ફિલ્મ જાને તું યા જાને નામાં જેનેલિયા ડિસૂઝા અને ઈમરાન ખાન સાથે જાેવા મળેલો એક્ટર અયાઝ ખાન પિતૃત્વ માણવા માટે તૈયાર છે. ડિસેમ્બર અથવા વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં પત્ની જન્નતની ડ્યૂ ડેટ છે. પર્સનલ ફ્રંટમાં નવી ભૂમિકાની તૈયારી વિશેની વાત કરતાં એક્ટરે કહ્યું હતું કે ‘તેવી કોઈ રીત નથી, જેનાથી તમે કેટલીક યોજના બનાવી શકો છો. હું તેને દિવસના એક સમય તરીકે લઉ છું.
જેમ-જેમ બાળક મોટું થાય છે, તેમ-તેમ તેની સાથેનું બોન્ડ વધુ મજબૂત બને છે. જન્નત તરફથી સારો સપોર્ટ મળી રહ્યો છે અને અમે એક ટીમ છીએ.
હું ખૂબ જલ્દી પિતા બનવાનો છું તેવું વિચારીને જ ઉત્સાહિત થઈ જાઉ છું. માર્ચ ૨૦૧૮માં લગ્ન કર્યાના પાંચ વર્ષ બાદ અયાઝ ખાન અને જન્નત માતા-પિતા બનવાના છે. આગામી પગલું લેતા પહેલા શું તેમણે એકબીજાને સારી રીતે જાણવાનું પ્લાનિંગ કર્યું હતું તેમ પૂછતાં તેણે જવાબમાં કહ્યું હતું કે ‘જન્નત અને મારા અરેન્જ મેરેજ છે.
તેથી, અમે શરૂઆતના કેટલાક વર્ષ એકબીજાને સારી રીતે જાણવા પાછળ તેમજ બોન્ડિંગ મજબૂત બનવવા માટે ખર્ચવાનું નક્કી કર્યું હતું. મહામારીમાં બે વર્ષ જતા રહ્યા અને તે સમયે અમે કંઈ પ્લાન કરવા નહોતા માગતા, કારણ કે તે સમયે હોસ્પિટલની મુલાકાત લેવામાં પણ જાેખમ હતું. અમે ખરેખર બાળક ઈચ્છતા હતા, પરંતુ સક્રિય વિશે તેના વિશે વિચારતા નહોતા.
હકીકતમાં, જન્નત પ્રેગ્નેન્ટ છે તેની જાણ થઈ તેના એક દિવસ પહેલા અમે થોડો સમય લઈને ફરવા જવા અંગે વિચારતા હતા. બધું યોગ્ય સમયે જ થાય છે’. મોડી ઉંમરે બાળક લાવવા વિશે વાત કરતાં અયાઝે કહ્યું હતું કે ‘તમારે પોઝિટિવ રીતે વિચારવાની અને તબક્કાને સેલિબ્રેટ કરવાની જરૂર છે.
મારા ઘરે મોડું બાળક આવી રહ્યું છે અને તે ઠીક છે. તેનાથી માનસિક રીતે ખરેખર કોઈ ફરક પડતો નથી અને મને તો ચોક્કસપણે નથી. જાે તમે તે અંગે વિચારશો તો તણાવ રહેશે તે પછી ઉંમર ૨૧ની હોય કે ૪૧ની. હું આ જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છું.
મને લાગે છે કે જ્યારે હું બાળકને હાથમાં લઈશ ત્યારે મને વાસ્તવિક લાગણીનો અનુભવ થશે, કારણ કે તે પિતા બનવાની ખુશીમાં ડૂબવાનો સમય હશે’.
દિલ મિલ ગયે જેવા શોમાં જાેવા મળેલા અયાઝ ખાને છેલ્લે ‘શ્રીમદ ભાગવત્ઃ મહાપુરાણ’માં કામ કર્યું હતું, જે ૨૦૧૯માં ઓફ-એર થઈ હતી અને ત્યારથી તે સ્મોલ સ્ક્રીન પરથી બ્રેક પર છે. હાલ તેનું સંપૂર્ણ ધ્યાન ઓટીટી પ્લેટફોર્મ પર છે. તેણે કહ્યું હતું કે ‘હું વધારે વેબ શો અને ફિલ્મો કરી રહ્યો છું. તેવો ઈરાદો નથી પરંતુ તે ફોર્મેટ મારી પ્રાથમિકતા છે’.SS1MS