આયેશાએ ૯૦ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું
મુંબઈ, અભિનેત્રી આયેશા ઝુલ્કાએ ૯૦ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું. પરંતુ પછી અભિનેત્રીની એક ભૂલ તેના પર એટલી ભારે પડી કે તેનું હિટ કરિયર અચાનક ફ્લોપ થઈ ગયું હતુ. બિકિનીના કારણે ફિલ્મમાંથી બહાર થઇ ગઇ હતી.
અક્ષય-આમિર સાથે કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસ. ૯૦ના દાયકામાં આયેશાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું. જેણે તે સમયે આમિર ખાન અને અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે હિટ ફિલ્મો આપીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. પરંતુ પછી અચાનક જ અભિનેત્રીની કારકિર્દી ડગમગવા લાગી અને તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી.
તેની પાછળનું કારણ આયેશાએ થોડાં વર્ષ પહેલાં જ જાહેર કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેને ઘણી હિટ ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી. જે કરવાની અભિનેત્રીએ ના પાડી હતી. તેમાં એક ‘રોઝા’ અને ‘પ્રેમ કેદી’ પણ સામેલ હતી.
આયેશાએ જણાવ્યું હતું કે તારીખો ન હોવાના કારણે તેણે ફિલ્મ રોઝાને ફગાવી દીધી હતી. જ્યારે રામા નાયડુની ફિલ્મ ‘પ્રેમ કૈદી’ ના અસ્વીકાર પાછળ બીજું કારણ હતું. અભિનેત્રીએ જણાવ્યું કે પ્રેમ કેદી ફિલ્મમા એક દ્રશ્યમાં તેને બિકીની પહેરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે તેના માટે બિલકુલ તૈયાર ન હતી. જેના કારણે તેણે આ ફિલ્મ છોડવી પડી હતી. આ પછી આયેશાએ ધીરે ધીરે એક્ટિંગથી અંતર કરી લીધું હતું.
આયેશા ભલે એક્ટિંગમાં સક્રિય ન હોય પરંતુ અભિનેત્રી અવારનવાર બોલિવૂડ પાર્ટીઓ અને એવોર્ડ ફંક્શનમાં હાજરી આપે છે. અંગત જીવનની વાત કરીએ તો આયેશાએ વર્ષ ૨૦૦૩માં સમીર વશી સાથે લગ્ન કર્યા હતા. હવે એક્ટિંગથી દૂર અભિનેત્રી સેમરોક ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીનું સંચાલન કરી રહી છે.આ સિવાય ગોવામાં પણ તેનો એક રિસોર્ટ છે.SS1MS