ઝલક દિખલા જા ૧૦માં ભાગ નહીં લે આયશા સિંહ

મુંબઈ, આયશા સિંહ, જે હાલ સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં જાેવા મળી રહી છે, તેનો સંપર્ક સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦ માટે કરવામાં આવ્યો હતો, પરંતુ એક્ટ્રેસ તેમાં ભાગ લેવાની નથી.
GHKKPMમાં આયશા સિંહ ‘સઈ’ના પાત્રમાં જાેવા મળી રહી છે અને તે સારી ડાન્સર પણ છે, તે ઘણીવાર તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેના કો-એક્ટર્સ સાથેની ડાન્સ રીલ્સ શેર કરતી રહે છે. હાલમાં, તે ‘રવિવાર વિથ સ્ટાર પરિવાર’ શોના સેટ પર પણ રૂપાલી ગાંગુલી સાથે ડાન્સ કરતી દેખાઈ હતી.
આયેશાએ કહ્યું હતું કે ‘ના, હું ‘ઝલક દિખલા જા’માં ભાગ લઈ રહી નથી. તે વાત સાચી છે કે મને મારા કો-એક્ટર્સ સાથે ડાન્સ કરવાની મજા આવે છે પરંતુ હાલ તો હું ડાન્સ રિયાલિટી શોનો ભાગ બનવાની નથી. તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં આયશા સિંહે ઉમેર્યું હતું કે ‘હાલ તો હું ‘ઝલક દિખલા જા’ નથી કરી રહી.
મારું સઈનું પાત્ર રસપ્રદ છે અને તેના જીવનમાં ઘણું બધું થઈ રહ્યું છે. હું મારું જીવન તેની જેમ ઈમેજિન કરી શકતી નથી. અગાઉ ઘણા ટીવી એક્ટર્સ ‘ઝલક દિખલા જા’માં ભાગ લઈ ચૂક્યા છે, જ્યારે તેઓ કોઈ શોનો ભાગ હતા. તેથી, આયશા સિંહનો શો માટે સંપર્ક કરાયો તે નવાઈની વાત નથી.
ભૂતકાળમાં જિયા માણેક એક માત્ર અપવાદ હતી, જેણે ‘ઝલક દિખલા જા’માં ભાગ લેવા માટે તેની પોપ્યુલર સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ છોડી દીધી હતી.
આ સીરિયલમાં તે ‘ગોપી વહુ’ તરીકે દેખાઈ હતી. અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આયશા સિંહે લીડ એક્ટ્રેસ તરીકે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ તેનો પહેલો શો હોવાનું જણાવ્યું હતું. ‘છેલ્લા કેટલાક વર્ષોમાં મેં ઘણા શો કર્યા છે પરંતુ ત્યારબાદ હું ભણવા અને શું હું એક્ટ્રેસ બનવા માગું છું કે કેમ તે નક્કી કરવા માગતી હતી. તેથી, લીડ એક્ટર તરીકે GHKKPMમાં મારો પહેલો ટીવી શો છે’.SS1MS