આયેશા ટાકિયા બોડી શેમિંગનો બની હતી શિકાર
મુંબઈ, વોન્ટેડ ગર્લ આયેશા ટાકિયાએ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. ત્યારબાદ એક્ટ્રેસના વધતા વજનને લઇને લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી. જ્યારે આયેશાએ સોશિયલ મિડીયામાં એક પોસ્ટ શેર કરીને બધાને પ્રેમ અને શાંતિની અપીલ કરી હતી.
જો કે આ પહેલાં પણ અનેક સેલેબ્સ બોડી શેમિંગનો શિકાર બની હતી. આમ આ વસ્તુ યોગ્ય નથી. તમે બોડી શેમિંગ મજાક કરો છો તો એ વર્તન સારું કહેવાય નહીં. ઐશ્વર્યા રાય બચ્ચન પણ બોડી શેમિંગનો શિકાર બની ચુકી છે. આરાધ્યાને જન્મ આપ્યા પછી એકટ્રેસને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે..લોકોએ મને જેટલો પ્રેમ આપ્યો એટલી મને ટ્રોલ કરી શકે છે..
મને આનાથી કોઇ ફરક પડતો નથી. વિદ્યા બાલન પણ બોડી શેમિંગનો શિકાર બની હતી. વજન વધવાની વાતને લઇને લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી.
જો કે એક્ટ્રેસને આ વાતથી કોઇ ફરક પડતો નથી. એક્ટ્રેસ એક વાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે મને આ બધી વસ્તુઓથી કોઇ ફરક પડતો નથી. મને હંમેશા હોર્મોનલ સમસ્યા રહી છે. દબંગ ગર્લ સોનાક્ષી પણ પોતાના વધતા વજન અને બોડીને લઇને ટ્રોલ થઇ હતી.
બોડીને લઇને લોકો અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી હતી, પરંતુ એક્ટ્રેસને આ વાતનો કોઇ ફરક પડ્યો ન હતો અને ટ્રોલ્સને જવાબ આપી દીધો હતો. એક વાર સોનાક્ષીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ શરૂઆતમાં મને ખરાબ લાગતુ હતુ, પરંતુ હવે મને આ લોકો પર હસું આવે છે.
આ લોકો એક મજાક છે, હું જાણુ છુ કે હું મારા વજન અને સાઇઝ કરતા વધારે ઘણી આગળ છું. પોતાના આગવા અંદાજથી લોકોને ફિદા કરનાર નેહા ધુપિયા ટ્રોર્લ્સને બોલતી બંધ કરી દેતી હોય છે.
માતા બન્યા પછી એક્ટ્રેસનું વજન ઘણું વધી ગયુ હતુ અને પછી સોશિયલ મિડીયામાં ખૂબ ટ્રોલ થઇ, પરંતુ એક્ટ્રેસને લાગે છે કોઇ બીજા વ્યક્તિના વિચારોને કારણે આપણાં શરીરથી પરેશાન થતા લોકોનો કોઇ મતલબ નથી. મૃણાલ ઠાકુર ભલે ખૂબ ફિટ હોય, પરંતુ એક સમય હતો જ્યારે એને બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો.
કર્વી ફિગરને લઇને એક્ટ્રેસ ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી, તેમ છતા એક્ટ્રેસ ગર્વ અનુભવતી હતી. એક ઇન્ટવ્યુમાં કહ્યુ હતુ કે..હું ક્યારેય મારી બોડીને લઇને પરેશાન રહેતી હતી.SS1MS