૯૧ હજાર લિટર સરસવના તેલનો ઉપયોગ કરી ૨૮ લાખ દીવા અયોધ્યામાં પ્રગટાવાયા
પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી વાર અયોધ્યામાં દિવાળીની ઉજવણી (જૂઓ વિડીયો) –વર્લ્ડ રેકોર્ડઃદિપોત્સવથી રામનગરી ઝગમગી
(એજન્સી)અયોધ્યા, અયોધ્યામાં ૫૦૦ વર્ષ બાદ ભગવાન રામવાળી દિવાળી આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં પહેલી વાર દિવાળી મનાવાઈ હતી. સરયુ ઘાટ પર એકીસાથે ૨૮ લાખ દીવડાંઓ પ્રગટાવાયાં હતા.
રામ કી પૈડી, ભજન સંધ્યા સ્થળ, ચૌધરી ચરણ સિંહ ઘાટ પર ૨૮ લાખ દીવડાંઓ પ્રગટાવાયાં હતા. ગિનિઝ વર્લ્ડ રેકોડ્ર્સના સલાહકાર નિશ્વલ બારોટની આગેવાનીમાં ૩૦ સભ્યોની ટીમે સરયૂના ૫૫ ઘાટો પર ડ્રોન દ્વારા દીવડાંઓની ગણતરી કરવામાં આવી હતી.
૨૮ લાખ દીવા પ્રગટાવવા માટે ૯૧ હજાર લિટર સરસવના તેલનો ઉપયોગ કરાયો હતો. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દીવોમાં તેલ ભરવાની ક્ષમતા ૪૦ મિલીથી ઘટીને ૩૦ મિલી કરવામાં આવી છે.
Ayodhya is finally celebrating grand Diwali with Prabhu 🪔✨️
Jai shree Ram🚩 pic.twitter.com/CffVCR3wY5
— Varsha Singh (@varshaparmar06) October 30, 2024
દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યાની ભવ્યતા દેખાઈ રહી છે. રાજ્યના વડા સહિત તમામ નેતાઓ અયોધ્યા પહોંચી ગયા છે. આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, આ વર્ષ અયોધ્યા માટે અદ્ભુત, અનોખું, અલૌકિક છે. ૫૦૦ વર્ષની પ્રતિક્ષાનો અંત લાવીને રામ લલ્લા ફરી એકવાર પોતાના ધામમાં બેઠા અને દુનિયાના તમામ પીડિતોને આ સંદેશ આપ્યો કે તેઓ ક્યારેય તેમના માર્ગથી ભટકી ન જાય. આજે આપણી પાસે એ તમામ આત્માઓને યાદ કરવાનો અવસર છે જેમનું આખું જીવન રામજન્મભૂમિ આંદોલનને સમર્પિત હતું.
અયોધ્યામાં દીપોત્સવની શરૂઆત થઈ ગઈ છે. અયોધ્યામાં ૨૮ લાખ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો છે. સીએમ યોગીએ રામ મંદિરમાં પહેલો દીપ પ્રગટાવીને દીપોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ પછી સરયૂના ૫૫ ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચ્યાં હતાં. યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સાથે રથ પર સવાર થયા.
યોગીએ ભગવાનનો રથ ખેંચ્યો હતો. ભગવાન રામને રામકથા પાર્કમાં લાવવામાં આવ્યા હતા. અહીં યોગીએ રામની આરતી કરી હતી તેમજ રાજ તિલક કર્યું હતું. યોગીએ કહ્યું- આ દીવાઓ જે તમે પ્રગટાવશો તે માત્ર દીવા નથી. આ સનાતન ધર્મનો વિશ્વાસ છે. અયોધ્યાના લોકોએ આગળ આવવું પડશે. મથુરા-કાશી પણ અયોધ્યા જેવી દેખાવી જોઈએ. અયોધ્યામાં રસ્તાઓ પર કલાકારો ડાન્સ કરી રહ્યા હતા.
મરાઠી કલાકારે રસ્તા પર શિવાજીનો ધ્વજ લહેરાવ્યો. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આ પહેલો દીપોત્સવ છે. આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે ઝ્રસ્ યોગી પોતે અયોધ્યામાં હાજર રહ્યા. દેશ-વિદેશના ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. સમગ્ર વાતાવરણ રામમય થઈ ગયું છે. રામ મંદિરમાં એક ખાસ રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં રંગોનો નહીં, પણ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દરવાજા પર તોરણ લગાવવામાં આવ્યાં છે. યોગી આદિત્યનાથે કહ્યું- સનાતન ધર્મે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું નથી, તે બધાને સ્વિકારે છે. માનવતાના માર્ગમાં જે કોઈ અવરોધ ઉભો કરશે તેને યુપીના માફિયા જેવા જ હાલ થશે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- ૧૫૨૮માં મીર બાકીએ ભગવાન રામનું મંદિર તોડી નાખ્યું, ત્યારથી ભારતના સૌભાગ્યનો સૂરજ અસ્ત થઈ ગયો હતો.
ત્યારથી, આપણે સતત આગળ વધીએ છીએ અને એવા તબક્કે પહોંચી ગયા છીએ કે સમગ્ર વિશ્વમાં ભારતની ઓળખ વિસરાઈ ગઈ હતી. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું- પ્રાણ પ્રતિષ્ઠા પછી ભવ્ય દીપોત્સવનો આ પહેલો કાર્યક્રમ છે. આપણે બધા જાણીએ છીએ કે ૨૦૧૭થી મુખ્યમંત્રીના નેતૃત્વમાં અયોધ્યા ધામનો સર્વાંગી વિકાસ થયો છે. હું રાજ્યના તમામ લોકોને પ્રકાશના તહેવાર પર અભિનંદન આપું છું.