મારો પરિવાર મને અવાજવાળા ફટાકડા ફોડવા દેતો નથીઃ આયુધ ભાનુશાલી
દિવાળી નવી આશા અને ખુશી લાવે છે. તે અંધકાર પર પ્રકાશ, બુરાઈ પર સારપ અને અજ્ઞાનતા પર જ્ઞાનનું પ્રતીક છે. એન્ડટીવીના કલાકારો આયુધ ભાનુશાલી (કૃષ્ણ, દૂસરી મા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ) તહેવારને વધુ વિશેષ બનાવવા માટે રોમાંચ સાથે દિવાળીની યોજના જણાવે છે.
એન્ડટીવી પર દૂસરી મામાં કૃષ્ણની ભૂમિકા ભજવતો આયુધ ભાનુશાલી કહે છે, “દિવાળી વર્ષનો મારો મનગમતો સમય છે. નવાં કપડાં અને ભેટો મેળવવા ઉપરાંત દાદી દ્વારા બનાવવામાં આવતા ફરસાણ અને મીઠાઈના પ્રકાર ખાવાનું મને ગમે છે. બેસનના લાડવા, ગોળપાપડી, ચુરમાના લાડવા, ચકલી, ચેવડો અને નમકપારા જેવાં પારંપરિક ખાદ્યો બનાવે છે. દિવાળી પર અમારો દિવસ મારી માતા અને માસી દ્વારા દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે પ્રવેશદ્વાર પર સુંદર રંગોળી બનાવવાથી
શરૂ થાય છે, જે પછી સાંજે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે અને મારા કઝિન્સ સાથે ફટાકડા ફોડીએ છીએ. મારો પરિવાર મને અવાજવાળા ફટાકડા ફોડવા દેતો નથી, જેથી અમે ફૂલઝડી અને અનાર ફોડીએ છીએ. આ દિવાળી વધુ વિશેષ રહેશે, કારણ કે હું જયપુરમાં મારી દૂસરી મા સાથે આ તહેવારની ઉજવણી કરી રહ્યો છું.
આ અવસર માટે અમુક લોકપ્રિય સ્થળોને શણગારવામાં આવે છે, જેમ કે, જળ મહેલ, જોહરી બજાર અને નાહરગઢ કિલ્લો વગેરે અને હું આ સ્થળોની મુલાકાત લેવા માટે ભારે રોમાંચિત થાઉં છું. મારા દાદા- દાદી હંમેશાં મને કહે છે કે જો તમે અન્યોને મદદ નહીં કરો અને તેમની દિવાળીને વિશેષ નહીં બનાવો તો તમારી દિવાળી અધૂરી રહેશે. આથી દર વર્ષે મારા કિઝન અને અમે દિવાળી પૂર્વે જરૂરતમંદોને અમુક મીઠાઈઓ અને ખાવાનું વહેંચવા માટે જઈએ છીએ.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહની ભૂમિકા ભજવતા યોગેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “હું મારી વહાલી પત્ની અને બાળકો સાથે આખો દિવસ વિતાવીશ. મારી હમણાં જ જન્મેલી પુત્રી માટે આ પ્રથમ દિવાળી છે અને હું આ અવસરને અવિસ્મરણીય બનાવવા કોઈ કસર બાકી નહીં રાખીશ.
મેં તેણી માટે સારાં સારાં કપડાં ખરીદ્યાં છે અને ઘરને દીવા, રંગોળી અને દીવાઓથી એકદમ પારંપરિક રીતે શણગારવાનું નક્કી કર્યું છે. આ દિવાળીમાં અમારી ખુશીનું આદાનપ્રદાન કરવા માટે જૂજ નિકટવર્તી મિત્રો અને પરિવારના સભ્યો પણ અમારી સાથે ડિનર પર જોડાશે.
આથી મારી પત્ની સપના સાથે અમે પનીર કી સબજી, આલૂ કી પૂરી, ગુજિયા અને પુલાઉ સહિત સ્વાદિષ્ટ મેનુ બનાવવાનું નક્કી કર્યું છે. હું ઉત્તર પ્રદેશનો છું અને આ તહેવાર ત્યાં બહુ મહત્ત્વ ધરાવે છે.
ઉજવણી બહુ વહેલી શરૂ થાય છે અને જોશ આસમાનમાં હોય છે. લોકો તેમનાં ઘરોમાં સાફસફાઈ કરે છે, દીવાઓથી શણગાવે છે અને ધનતેરસ સાથે ઉજવણી શરૂ કરીને ગોવર્ધન પૂજા સુધી ચાલુ રહે છે.
અમારો આખો પરિવાર એકત્ર ઉજવણી કરવા માટે એક છત હેઠળ આવે છે. મારી માતા દેવી લક્ષ્મીને નારિયેળ, ફૂલ અને ફળો ચઢાવતી તે આજે પણ યાદ છે. સમૃદ્ધિ આવે તે માટે પૂજાની સામે સિક્કાઓનું બાઉલ મૂકતી. હવે મારી પત્ની તે પરંપરા પાળે છે. તમારી તહેવારની ઉજવણી મોજીલી, સુરક્ષિત અને આધ્યાત્મિક બને એવી શુભકામના. બધાને ઉજ્જવળ અને સુધી દિવાળીની શુભેચ્છા.”