Western Times News

Gujarati News

તલના તેલનો ઉપયોગ પાતળા માણસને જાડા અને જાડાને પાતળા કરી શકવા સક્ષમ છે

File Photo

ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા ખાન પાનમાં સુધારા કરવાથી મેદસ્વિતાને હરાવી શકાશે

બે ભાગ અનાજએક ભાગ પાણી અને એક ભાગ  હવા માટે રાખી 10% ભૂખ્યા રહેનાર વ્યક્તિ મેદસ્વિતા સામે લડી શકે છે

Ahmedabad, આજના સમયમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. વધારે વજનને કારણે શરીરમાં અનેક સમસ્યા થવા લાગે છેઅને શરીર બીમારીઓનું ઘર બની જાય છે. તેવામાં મેદસ્વિતા દૂર કરવી જરૂરી છે.

ગુજરાત સરકારે મેદસ્વિતા મુક્ત ગુજરાત‘ નામે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે ચાલો જાણીએ આપણી પરંપરાગત ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા મેદસ્વિતા સામે કેવી રીતે લડી શકાય.

ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભાવનાબેન પટેલ આ અંગે જણાવતા કહે છે કેઆયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે. આ ભારતીય ચિકિત્સા વિજ્ઞાન એ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનો મૂળ પાયો પણ છે. આયુર્વેદ નું મૂળ હેતુ સ્વસ્થતા ના સ્વાસ્થ્યનું રક્ષણ છે.એટલે કે માત્ર બિમારની બિમારી દુર કરવુંજ નહીં પણ સ્વસ્થ વ્યક્તિ હંમેશા તંદુરસ્તજ રહે તે પણ આયુર્વેદનો ધ્યેય છે.

વર્તમાન સમયમાં એન.સી.પી એટલે કે નોન કોમ્યુનિકેશન ડીસીઝ એટલે ચેપ વગરની બીમારીઓ વધી રહી છે. જેમાં બીપીડાયાબિટીસ જેવી બીમારીઓ સામેલ છે.

આ દિશામાં પગલાં લઈ રાજ્ય સરકાર જન હિતમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનું એક મહત્વનું પગલું લઈ રહી છે. ત્યારે મેદસ્વિતાના કારણોમાં સૌથી પહેલું અને મોટું કારણ બેઠાડું જીવન અને કસરત નો અભાવ મુખ્ય છે.

વધુમાં જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જણાવે છે કેવજનનો અર્થ જ ‘વ’ એટલે વધારે પડતું, ‘જ’ એટલે જમવું અને ‘ન’ એટલે નહીંએટલે કે ‘વધારે પડતું જમવું નહીં’ એવો થાય છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ જમવાની એક પદ્ધતિ છેજેના દ્વારા મેદસ્વિતા ઘટાડી શકાય છે.

આ પદ્ધતિ પ્રમાણે બે ભાગ અનાજએક ભાગ પાણી અને એક ભાગ હવા માટે રાખવો એટલે કે 10% ભૂખ્યા રહેવું ખૂબ પેટ ભરીને ન જમવું તે હિતાવહ છે. સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કેતલના તેલના ઉપયોગથી મેદસ્વિતા સામે લડવામાં ઘણી મદદ મળે છેજેનું કારણ એ છે કેતલનું તેલ પાતળા માણસને જાડા કરવા અને જાડાને પાતળા કરી શકવા સક્ષમ છેખૂબ જ ઉપયોગી છે.

ચરક સંહિતા સુત્રસ્થાનમાં પણ આઠ નિંદનીય એટલે કે એબનોર્મલ મનુષ્યના વર્ણન છે. જેમાં એક અતિશય ગોરોબીજો અતિશય કાળોત્રીજો અતિશય નીચોચોથો અતિશય ઊંચોપાંચમો અતિશય રુંવાટી વાળોછઠ્ઠો સાવ રુંવાટી વગરનોસાતમો વધુ પડતો પાતળો અને આઠમો વધુ પડતો જાડો મનુષ્ય એબનોર્મલ એટલે કે નીંદનીય ગણાય છે.

સ્થુળતા ઘટાડવી ખૂબ જ જરૂરી છેજ્યારે શરીરમાં કોઈ પણ રોગ થાય ત્યારે પાતળા મનુષ્યને ઓછું નુકસાન અને ઓછી તકલીફ વેઠવી પડે છેજ્યારે મેદસ્વિતા વાળા વ્યક્તિએ કોઈપણ બીમારીમાં અન્ય કરતાં વધારે હેરાન થવું પડે છે,અને કોઈપણ બીમારીનો ઈલાજ સહેલાઈથી થઈ શકતો નથી.

સ્થુળતાની સીધી અસર અસ્થિ એટલે કે હાડકા પર થાય છેજેમ સ્થૂળતા વધે તેમ હાડકા નબળા બને છેઅને શરીર રોગોનું ઘર બનતું જાય છે. માટે સરકારના આ અભિયાનમાં જોડાઈ સ્થૂળતા સામે લડવા પણ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી દ્વારા સૌને અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.