ત્વચાના રોગો દાદર, ખરજવું, ડાઘાનો આર્યુવેદમાં છે અકસીર ઈલાજ
ઘણા ચામડીના રોગો લગભગ રક્ત પ્રદોષ જ કહેવાયા છે-ચામડીના રોગો માટે આ ઔષધનો ઉપયોગ કરનારે વધુ પડતું મીઠું, મીઠાઈ, દહીં, કેળા, ગોળ, તથા આથો આવીને તૈયાર થતા હોય તેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ છોડવો.
દાદર, ખરજવું, શીળસ, ગૂમડાં, ખસ, વિભિન્ન પ્રકારનાં ચાંદાં, સફેદ ડાઘ, કરોળિયા, રક્તમંડલ-સોરાયસીસ, પગ અને ગુદામાર્ગમાં થતા ચીરા, તીલકાલક, ચર્મદલ, મસા, ત્વચા કૃષ્ણતા, ત્વચા રૂક્ષતા વગેરે. ચામડીના રોગોમાં આયુર્વેદના જ્ઞાતાઓએ કૃમિને પણ એક કારણ તરીકે માન્યું છે.
ત્વચાના આ દરેક રોગોનું વિસ્તારથી નિરૂપણ અહીં શક્ય નથી, પરંતુ ત્વચાના કેટલાક સામાન્ય રોગો જેવા કે, દાદર, ખરજવું, લાલ કે કાળા ડાઘા વગેરે વિકૃતિઓના સામાન્ય અનુભવ સિદ્ધ ઉપચાર. આ રોગોમાં સૌ પ્રથમ રક્તધાતુ બગડે છે, એવો લગભગ બધા જ આયુર્વેદાચાર્યોનો મત છે. આયુર્વેદીય મતે ધાતુ એટલે જે શરીરને ધારણ કરે છે, ટકાવી રાખે છે તે. આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્ર આ સાત ધાતુઓ છે.
આ સાતેમાંથી બીજી એટલે કે રક્તધાતુ અથવા રક્ત ને પિત્તનું આશ્રયસ્થાન ગણાવાય છે. આમ તો પિત્તાશય અને યકૃત એ પિત્તનું આશ્રયસ્થાન ગણાય છે, પરંતુ રક્ત બગડતાં પિત્તનું તે આશ્રયસ્થાન બને છે. એટલે પિત્તવર્ધક આહાર-વિહારની આ બંને પર અસર થાય છે. એટલા માટે જ વૈદ્યો મોટા ભાગના લોહીબગાડ કે ચામડીના રોગોમાં પિત્ત વધારનારા આહાર-વિહારનો ત્યાગ કરાવે છે.
ચામડીના રોગોના આમ તો અનેક ઔષધ છે, પરંતુ જેનો નિર્ભયતાથી ઉપયોગ કરી શકાય અને જે ચામડીના મોટા ભાગના રોગોને આયુર્વેદમાં વાયુ, પિત્ત અને કફથી થતા તથા રક્ત પ્રદોષજ કહેવાયા છે. રક્ત પ્રદોષજ એટલે રક્ત દૂષિત થવાથી થનારા રોગ.
આ રોગમાં ત્વચાના ઘણા રોગોનો સમાવેશ થઈ જાય છે. જેવા કે, દાદર, ખરજવું, શીળસ, ગૂમડાં, ખસ, વિભિન્ન પ્રકારનાં ચાંદાં, સફેદ ડાઘ, કરોળિયા, રક્તમંડલ-સોરાયસીસ, પગ અને ગુદામાર્ગમાં થતા ચીરા, તીલકાલક, ચર્મદલ, મસા, ત્વચા કૃષ્ણતા, ત્વચા રૂક્ષતા વગેરે. ચામડીના રોગોમાં આયુર્વેદના જ્ઞાતાઓએ કૃમિને પણ એક કારણ તરીકે માન્યું છે.
આધુનિકતા સાથે ચામડીના રોગોનું પ્રમાણ વિશ્વમાં પહેલાં કરતાં વધ્યું છે, એ વિશે બે મત નથી. આ ચામડીના રોગો ઉત્પન્ન થવાનાં મૂળ કારણોમાં આજકાલ છૂટથી વપરાતાં આધુનિક ઔષધોની સાઈડ ઈફેક્ટસ, સૌંદર્ય પ્રસાધનોનો બેફામ ઉપયોગ,, વિરુદ્ધ આહાર-વિહાર, વાયુ, પાણી અને આહારનું પ્રદૂષણ, સિન્થેટિક વસ્ત્રો, ફૂગ-ફંગસ, યૌનરોગો અને અમુક અંશે માનસિક કારણોને પણ જવાબદાર ગણાવી શકાય.
રોગના મૂળ સુધી જઇને પરિણામ આપી શકે એવા ઔષધોમાં મહામંજિષ્ઠાદિ ક્વાથ મુખ્ય છે. મહા મંજિષ્ઠાદિ ક્વાથનો મુખ્ય ગુણ રક્તની શુદ્ધિ કરવાનો છે. તે લોહીમાં ભળેલી અશુદ્ધિને દૂર કરી મૂળમાંથી જ રોગને મટાડી શકે છે એમાં હરડે, કડુ કે નસોતર જેવા ઔષધો વાયુની ગતિને સવળી કરનાર, મળ ભેદક, અને સારક હોવાથી પેટમાં એકઠા થયેલા મળો અને દોષોને દૂર કરી ચામડીના રોગોનું જે મુખ્ય કારણ છે એવા કબજિયાતનેય નષ્ટ કરે છે.
મહામંજિષ્ઠાદિ ક્વાથમાં આવતા ગળો, વાવડિંગ, લીમડાની અંતર છાલ કરિયાતું અને ઇન્દ્રયવ જેવા દ્રવ્યોમાંથી મોટા ભાગના પાચન શક્તિને સુધારનાર તથા અપચાના કારણે ઉભા થયેલા અપક્વ અન્નરસ એટલે કે આમ ને દૂર કરવાનો ગુણ ધરાવે છે. વળી તે વાયુ, પિત્ત અને કફ એમ ત્રણે દોષોનું શમન કરતા હોવાથી શરીરમાં સંચિત થયેલા દોષોને પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે. વાવડિંગ કૃમિઘ્ન એટલે કે કીટાણુ નાશક છે. ચામડીના રોગોમાં આયુર્વેદના જ્ઞાતાઓએ કૃમિને પણ એક કારણ તરીકે માન્યું છે.
અમુક રોગોમાં અમુક ઔષધોનો ઉપયોગ કરીએ તો વધુ પરિણામ મળે એવો નિયમ હોવા છતાં મહા મંજિષ્ઠાદિ ક્વાથ એક એવું ઔષધ છે કે જે ચામડીના રોગોમાં નિર્ભિક રીતે આપી શકાય. ખરજવું, ખંજવાળ ખસ,, ખીલ, માથાનો ખોડો, ગૂમડા, ધોળો કોઢ, દાદર કે સોરાઇસીસ જેવા ચામડીના કોઈપણ રોગોમાં મોટા ભાગના વૈદ્યો આ ઔષધનો ઉપયોગ કરે છે. ક્વાથ કરવામાં કે પીવામાં જેમને કંટાળો આવતો હોય તેવા લોકો ઉકાળાને બદલે તેની ટીકડી કે ઘનવટી પણ વાપરી શકે.
મહા મંજિષ્ઠાદિ ક્વાથમાં આમળાં કડવા પરવળના પાન કડું મોરવેલ વાવડિંગ આસંધ ચિત્રક મૂળ શતાવરી મજીઠ નાગરમોથ કુટજ-કડાછાલ, ગળો, કઠ-ઉપલેટ સૂંઠ ભારંગમૂળ મૂળ ભોંય રીંગણીનું પંચાંગ વજ લીમડાની અંતરછાલ હળદર દારુહળદર હરડે બહેડાં ત્રાયમાણ લીંડી પીપર ઇન્દ્રજવ અરણીના પાન ભાંગરો દેવદાર કાળીપાટ ખેરસાર રતાંજલી લાલચંદન નસોત્તર વાયવરણાની છાલ કરિયાતું બાવચી ગરમાળાનો ગોળ ખેરની છાલ બકાન લીમડો કરંજની છાલ અતિવિષની કળી સુગંધી વાળો ઇન્દ્ર વરણાના મૂળ ધમાસો અનંતમૂળ અને પિત્તપાપડો એમ પિસ્તાલીસ દ્રવ્યો પડે છે.
આ તમામ દ્રવ્યો એક સરખે ભાગે, શુદ્ધ સ્વરૃપમાં અને ગુણયુક્ત લાવી અધકચરો ભૂકો બનાવી લેવો. તૈયાર થયેલા ભૂકાને એક બરણી કે નાના ડબામાં ભરી તેમાંથી વીસ ગ્રામ જેટલો ભૂકો લઇ ચારસો ગ્રામ પાણીમાં પલાળી રાખવી.
એકાદ કલાક પછી તેને ઉકાળી અડધાથી એક કપ બાકી રહે ત્યારે ઉતારી લેવું. ઠરે એટલે પીવાથી લોહીની શુદ્ધિ થાય છે. ખરજવું, દાદર ખણજ, ખીલ, જેવા ચામડીના રોગો મટે છે અને પેટ શુદ્ધ તથા આમદોષથી મુક્ત થતું હોવાથી બીજા પણ અનેક લાભ થાય છે. ચહેરાની અને શરીરની ચામડી તેજસ્વી બને છે. કાળા ડાઘ દૂર થાય છે અને શરીરના કોઈપણ ભાગમાં આવતી ખંજવાળ દૂર થાય છે.
આ સિવાય આંખના રોગોમાં અને મેદના રોગોમાં પણ તે ઉત્તમ પરિણામ આપે છે. આની સાથે કિશોર ગૂગળ, આરોગ્યવર્ધિની, ગંધક રસાયન, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, પંચતિક્તધૃત, ખરિદારિષ્ટ વગેરે રક્તની શુદ્ધિ કરનાર અને ચર્મરોગ હરતેલ, અર્કતેલ, મહામરિચ્યાદિ તેલ જેવા ચર્મ રોગોમાં સફળ પૂરવાર થયેલા ઔષધો પણ ચિકિત્સકની સલાહ મુજબ યોજી શકાય. લીલી હળદર, પરવળ, મગ વગેરે પથ્ય આહાર લેવો. ચામડીના રોગો માટે આ ઔષધનો ઉપયોગ કરનારે વધુ પડતું મીઠું, મીઠાઈ, દહીં કેળા, ગોળ, તથા આથો આવીને તૈયાર થતા હોય તેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ છોડવો.
મનશીલ ને ત્વક રોગોમાં આયુર્વેદે ઉત્તમ ગણ્યું છે.તે ત્વક દોષની અંદર રહેતા બારીક કીટાણુંનો નાશ કરે છે. રસકપૂર તે રક્તને શુધ્ધ કરે છે તથા રક્તાભિષાણની ત્વક દોષને દૂર કરે છે તે ર્વ્ણને રૂઝવે છે. આ ઉપરાંત તાલસિંદુર યુક્ત મંજીષટા ટેબ્લેટ,ગુરૂવટી, સારીવા ટેબ્લેટ તથા મંજીષ્ટાચૂર્ણ ૧ ગ્રામ, તાલસિંદૂર ૧ ચોખાભાર, સોરાયસીસ ચૂર્ણ ૧ ગ્રામ, રસમાણેક ૧ ચોખાભાર, સારીવા ચૂર્ણ ૧ ગ્રામ મિશ્ર કરી તેનું સેવન કરવાનું સૂચવું છૂં, આ ઉપરાંત લગાવવાના દ્રવ્યોમાં ચંડમારૂતમ મંડલ પર લગાવવાનું સૂચવું છું પણ લગાવવાનું કહું છું..
આ લગાવવાની દવાથી ખૂબજ બળતરા આવેતો દવાનું પ્રમાણ ઓછું કરી માખણનું પ્રમાણ વધારી લગાવવું. સૂચનામાં કફ વધારે તેવો વૃધ્ધિકર આહારન લેવો. દર્દીએ સુતરાઉ કપડા જ પહેરવા.નખ વડે મંડલને ખોતરવા નહિં.આ ઉપરાંત શુધ્ધ સોમલ, શુધ્ધ ગંધક, હસ્તાલ, મનશીલ અને રસકપૂર મેળવી કુપીપક્વ વિધિથી બનાવેલો કૂપનો ઉપયોગ કરૂ છું જે એક ચોખાભાર જેટલી માત્રામાં સવારે મધ સાથે લેવાનું હોય છે જે સોરાયસીસ દર્દીઓમાં ઝડપી સુધારો લાવે છે.