Western Times News

Gujarati News

વાળ ખૂબ ઉતરે છે તો આયુર્વેદ છે આશિર્વાદરૂપઃ વાંચો આ ઉપાય

વાળ ખૂબ ઉતરે કે ખરે ત્યારે કેટલીક યુવતીઓને ચોટલી જેટલા વાળ બની જાય છે.આથી,આવી વ્યક્તિ ખૂબ જ ચિતિંત બની જાય છે. આયુર્વેદમાં સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે કે કામ,શોક,ભય,વાયુ,ઉદ્‌દ્વેગ,ચિંતાથી વાયુનો અતિશય પ્રક્ષેપ થાય છે અને તેની અસર વાળ ઉપર થતાં વાળનો જથ્થો ઓછો થાય છે અને વાળ ખૂબ જ પ્રમાણમાં ખરે છે.યુવાનો માટે આજે આ પ્રશ્ન ચિંતાનો વિષય બનતો જાય છે,તેમ કહેવું વધુ પડતું નથી.

એક કાળ એવો હતો કે મહિલાઓના વાળ પગની ઘુંટી સુધી અડે એટલા લાંબા અને ભરાવદારજોવા મળતા હતા.ખરેખર આવા વાળ શરીરને શોભારૂપ બની રહેતાં સૌંદર્યનું સાધન મનાય છે.અને પહેલી નજરે ઊંડી છાપ પાડી જાય છે.વાળ જેટલા લંબાઅનેકાળા તેટલું તેનું સૌંદર્ય વધારે તેમ મનાયછે.જેમ વનસ્પતિનાં સંરક્ષણ અને સંવર્ધનમાં તેનાં મૂળનાં પોષણનું મહત્વ સ્વીકાર્યુ છે તેમ વાળના મૂળમાં પણ પોષણનું મહત્વ છે.શરીરનાં સુંદર સ્વાસ્થ્ય સાથે વાળનો સંબંધ છે તે ક્યારેક ન ભુલવું જોઇએ.

વાળની કાળજી લેવામાં પ્રથમતો પાથીએ પાથીએ તેલ ધૂપેલ ઘસીને નાખવામાં આવતુંહતું,જેનાથીવાળના મૂળને ખૂબ જ પોષણ મળતું અને વાળનાં મૂળ ખૂબ જ મજબૂત બનતાહતા.આવા વાળમાંઘણી શક્તિ રહેલી હોય છે.સરકસમાં વાળથી ભારે વજન ઊંચકવાના પ્રયોગો તેની શક્તિનો ખ્યાલ આપી જાય છે.કારણકે તેનું મૂળ બહારની ત્વચામાં થઇ છેક ઊંડે આંતરત્વચા સુધી ગયેલું હોય છે અને ત્યાંથી ચામડીના પડો ભેદીને બહાર આવે છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

તેની આસપાસ નાની નાની રક્તવાહીનીઓ,જ્ઞાનતંતુઓ હોય છે.વળી,તેની આસપાસ માંસપેશીઓ અને મેદની ગ્રંથીઓનામોં પણ આવેલા હોય છે.

વાળ ખરવાનાં કારણોઃ શરીરનાં સ્વાસ્થ્યસાથે વાળને ખૂબ જ નજીકનો સંબંધછે.ભારે માંદગી કે આઘાત પ્રત્યાઘાતોની પરંપરા પછી વાળ ખરવા માંડે છે.તેની સારવાર કરતાં જ વાળ ખરતં અટકી નવા આવવા માંડે છે.

તેનાં કારણોમાં પોષણનું મહત્વ જાણીતું છે. પ્રસૂતા સ્ત્રીના ખરતા વાળ પોષણ મળતાં જ સબળ થવા માંડે છે.અન્યકારણોમાં વાળ ધોવામાં વપરાતાંદ્રવ્યો પણ ભાગ ભજવે છે.શેમ્પુ અને સાબુના સોડા,કોષ્ટિક જેવાં દ્રવ્યો વધારે પડતાં હોવાથી તેનો વપરાશ વાળના જથ્થાનો ઘાણ કાડઃઈ નાંખે છે.વાળ ખરતા હોય ત્યારે સુગંધીયુક્ત તેલોનો ઉપયોગ નકરવો જોઇએ.સાથે સાથે ઊતરતા વાળની ચિંતા પણ વાળના વધુ ખરવામાં મહત્વનો ભાગ ભજવે છે તે ન ભૂલવું જોઇએ.આઘાત પ્રત્યાઘાતોમાં અચાનક વાળ ખરવાના દાખલાઓ પણ જાણીતા છે.

હોર્મોંસના ફેરફાર અને સ્ટીરોઇડના વધુ ઉપયોગથી અથવા તેની આડાઅસરોથી વાળના મૂળની ચરબી ઘટી જાય છે ત્યારે વાળ ખરવા માંડે છે.આજે વાળ ખરવાનાં અગત્યનાં કરણોમાં વાળમાં ખોડો થવો એ ખૂબ મહત્વનુંકારણ છે.વાળ ખરતાં રોકવા માટે સૌપ્રથમ ખોડો મટાડવાના ઉપચારો કરવા જોઇએ.

મેથી વાટીને ટાલ ઉપર લેપ કરવો અથવા ટાલ ઉપર લેપ થોડીવાર મૂકી રાખવો. જેથી થોડા જ દિવસમાં ત્યાં નવા વાળ ઉગવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. કરંજાદિ તેલ શાસ્ત્રોકિત વિધિ મુજબ બનાવી આછા વાળ હોય તે ભાગે ઘસવાથી વાળ પાછા ઉગી નીકળે છે. તલના પાન માથે ચોપડીને નહાવાથી વાળ સુંવાળા અને લાંબા થાય છે. જેઠીમધનું તેલ વાપરવાથી વાળ વધે છે. જેઠીમધ અને લીલા આમળા ૨૫૦ ગ્રામ તલનું તેલ ૫૦૦ ગ્રામ, દૂધ-૫૦૦ ગ્રામ પાણી નાખવું. તે ઉકાળવું. પાણી બળી જાય પછી ઠંડુ તેલ ગાળી લેવું. આ તેલની માલિશ કરવાથી ટાલમાં વાળ ઉગે છે, દાઢી-મૂછનાં વાળ બિલકુલ જતા રહ્યા હોય તો પણ તે પાછા ઉગે છે.

હાથીદાંતની રાખ, રસવંતી અને ચણોઠી પાણીમાં વાટી માથે લગાડવાથી વાળ પાછા ઉગે છે.૧ તોલો ચણોઠીનાં મૂળ વાટીને તેનાં ભોયરીગણીના ડીંડવાનો રસ બે તોલા મેળવી લેપ કરવાથી ટાલ પૂરાઈ જાય છે. તેમાં નવા વાળ ઉગે છે. ગરમ દવાઓ ખાવાથી માથામાં ટાલ પડી ગઈ હોય તો ગોખરું, તલ, મધ, ઘી સમભાગે મેળવી ટાલમાં લેપ કરવો.

ટાલનાં ભાગમાં ફરવાળા ટુવાલથી ઘસવું, અથવા શેક કરવો અથવા કાંદાની માલિશ કરવી, આમ કરવાથી ટાલવાળા ભાગમાં લોહી ફરતું થાય છે, અને ઉપરોક્ત લેપથી વાળ જલદી ઉગે છે. રસવંતી, હાથી દાંતની ભસ્મ આ બંનેને ઘેટીનાં દૂધમાં મેળવી ટાલ ઉપર લેપ કરવો. વાળ જતાં રહ્યાં હોય તો, કડવા પરવરનાં પાન નો રસ માથા ઉપર ત્રણ દિવસ સુધી મસળવો જેથી નવા વાળ આવવા લાગશે.

કરેણનું મૂળ પાણી સાથે ઘસીને માથે લગાડવાથી વાળ વધે છે. ગોક્ષુર, તલ, મધ, અને ઘી સરખા ભાગે વાટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાવાથી વાળ નિઃસંશય ફરીથી ઉગે છે. ગુલાબનાં ફૂલને પાણીમાં વાટી પછી ટાલમાં લેપ કરવો. નિયમિત આ પ્રમાણે કરવાથી નવા વાળ આવે છે. કાચા એરંડિયામાં રાઈ વાટીને લેપ કરવાથી વાળ ઉગવા માંડશે. માથામાં લીંબુ મસળવાથી ખોડો મટે છે, અને વાળ વધે છે. આમળાનો પાવડર લીંબુનાં રસમાં ભેળવી માથામાં ભરવાથી પણ વાળ વધે છે. લીંબોળીનું તેલ વાળને ખરતાં અટકાવે છે.

બદામનાં તેલની માલિશ કરવાથી વાળ પાછા આવે છે. અને ખરતા બંધ થાય છે. આ ઉપરાંત જો આયુર્વેદિક ઔષધોપચારની વાત કરીએ તો, ખોડા માટે આરોગ્યવર્ધીની વટી, ગંધક રસાયણ અને મહામંજાષ્ઠાદિ કવાથ નિષ્ણાંતની સલાહ અનુસાર લઈ શકાય છે. આ ઉપરાંત જો ઘચહગિેકક વધારે પ્રમાણમાં હોય તો, ધતુરરગાદિ તેલ, નિમ્બતેલ કે કરંજતેલથી અઠવાડીયામાં બે વાર માલિશ કરવું. ઉપરાંત ઘચહગિેકક હોય, તો, ધતુરપત્રાદિ તેલ, નિમ્બ તેલ કે કરંજતેલથી અઠવાડીયામાં બે વાર માલિશ કરવું

ઉપચારઃ ખોડો,જૂ,લીખ દૂર કરવા માટે ડેન્ડ્રફ યોગ તેલનો ઉપયોગ કરવો જોઇએ.ડેન્ડ્રફ યોગ તેલમાં નીચેનાં ઘટકદ્રવ્યોનો સમાવેશ થાય છે,જે ફક્ત બાહ્ય ઉપચાર માટે છે. ઘટકઃ ક્તચંદન, બાવળછલ, યવાશક, કાંચનાર, આમળા, શ્વેતચંદન, ખેરછાલ, કપૂર, કોકિલસાર તથા કોપરેલ. ઉપયોગઃ રાત્રે વાળમાં ખૂબ જ ઘસીને ડેન્ડ્રફ યોગ તેલ નાખવું.સવારે માથું ધોવું.આ તેલનો પ્રયોગ ખોડો,જૂ ,લીખ મટે ત્યાં સુધી દર અઠવાડીયે એક વાર કરવો.સાથોસાથ માથામાં નિયમિત તેલ નાંખવાથી વાળ ખરતા અટકે છે.
વાળ ખરવા,અકાળે સફેદ થવા,ઉદરી થવી,વાળનો જથ્થો ઓછો થવો,વાળ ખરવાની વારસાગત ફરિયાદ હોય અને દવાઓની અસરથી વાળ ખરતા હોયતો નીચે આપેલી ફોર્મ્યુલા પ્રમાણે બનતા વાળનો પાવડર વાળના મૂળમાં લગાવવો જોઇએ.

ફોર્મ્યુલાઃ ભેંસના દૂધમાં બનાવેલી હાથીદાંતની ભસ્મ, રસવંતી, ઇંદ્‌ર્લુપ્ત, ભાંગરો, ત્રિફળા, હીરાકસી, ભોંયરીંગણીનો રસ,અસ્થિભસ્મ, બ્રાહ્મી, ગોખરું, મુલતાની માટી,શ્વેતચંદન.

પાવડર બનાવવાની વિધિ આ પ્રમાણે છે.હાથી દાંતની ભસ્મ ૪૦૦ગ્રામ,૨૦૦ગ્રામ રસવંતી અને ૫૦ગ્રામ ગોખરું,તેનાવજનથી બમણું કરી બકરીનું દૂધ લેવું.એટલે કે ૧ કિલો ૩૦૦ગ્રામદૂધમાં ૪૦૦ગ્રામ હાથીદાંતની ભસ્મ,૨૦૦ગ્રામ રસવંતી અને ૫૦ગ્રામ ગોખરું નાંખી બે દિવસ ઘૂંટવું.આમ ઘૂટતા ઘૂંટતાં કષ્ઠ સ્વરૂપે પાવડર થઇ જશે.આ પાવડર બાકીના ઉપરોક્ત દ્રવ્યોના પાવડર સાથે મેળવીને લસોટવું.આ વિધિથી બનેલા પાવડર અને તેલ સપ્રમાણ લઇ લેપ કે પેસ્ટ જેવું બનાવવું.રાત્રે માથાના બધા વાળના મૂળમાં નાખી નેપકીન બાંધીને સૂઇ જવું.સવારે આમળા,શિકાકાઇના પાણીથી ધોઇ નાખવું.આ પાવડર લગાવવાથી વાળ લચકદાર અને ચમકીલા બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.