નિસંતાનઃપણામાંથી મુક્તિ મેળવવા શું કરશો આયુર્વેદિક ઉપાય
આજકાલતો વંધ્યત્વના કારણથી શોધી કાઢવા માટે અનેક આધુનીક તપાસો ઉપલબ્ધ છે, જેવીકે સીમન એનાલીસીસ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન લેવલ, એન્ડોમેટ્રિયલ બાયોપ્સી HSG, X-RAY, સોનોગ્રાફી, ઓવ્યુલેશન ચાર્ટ વગેરે.જેના દ્રારા શુક્રાણુકે સ્ત્રીબીજ બંનેમાંથી એક અથવા બંને દોષિત છે કે નહીં તેની તપાસ કરાવી શકાય છે.
ચિકિત્સક પોતે નક્કી કરે છે કે ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી છે. મારે ત્યાં આવતા એક યુગલનો આ બાબતનો ઇલાજ ચાલુ છે તેઓ દેશ વિદેશમાં અનેક તપાસ કરાવી આવ્યા હતા.
બધા રિપોર્ટ નોર્મલ આવે, શુક્રાણુની અલ્પતા જણાયા કરે. મારી ચિકિત્સામાં નક્કી કર્યુકે એન્ટી સ્પર્મ એન્ટીબોડીની તપાસ કરાવતા પરિણામ આવ્યું કે બંનેના લોહીમાં એન્ટી સ્પર્મ એંટીબોડીઝ ઓછાવત્તા પ્રમાણમાં હાજર હતા.આધુનિક તપાસ આવા કેસમાં પાયાનો ભાગ ભજવે છે એ મારો પોતાનો અનુભવ છે.
શ્વેતપ્રદર, રક્તપ્રદર, પાડુંતા સ્ત્રીઓને વારંવાર થતો ગર્ભપાત વગેરે કારણો માટેપણ આ ટીકડીના સેવનથી જરૂર ગર્ભધારણ થાય છે.અને ગર્ભાવસ્થા દરમિયાન કોઇ તકલીફ રહેતી નથી.
એક ગર્ભાધારણ શક્તિ વર્ધક ટીકડીઃ જેના મુખ્ય ઘટક દ્રવ્યો છે. સુવર્ણ ભસ્મ, બંગભસ્મ, રૌપ્યભસ્મ, ત્રિબંગભસ્મ, લોહભસ્મ, પ્રવાલપિસ્ટી, શ્વેતચંદન, નાગચંપો, શતાવરી આ અક્સીર ટીકડી પુરૂષમાં અલ્પવિર્યતા, વિકૃતિવિર્યતા.
શુક્રાણુ અલ્પતા વગેરે વીર્યદોષો નાબૂદ થઇ પુરૂષ વીર્યશીલ બને તેવા ઘણા યોગો છે. આ ટીકડીમાં રહેલા મુખ્ય ઘટક દ્રવ્યો ઉપરાંત અભ્રકભસ્મ, લોહભસ્મ, રસસિંદુર અને વધુમાં સુવર્ણ મકરધ્વજ ષોડષગુણ અનુપાન ઉમેરેલ છે એજોસ્પર્મિયા, ઓલીગોસ્પર્મીય, ઇંદ્રિયોમાં શિથિલતા જેવા અસાધ્ય ગણાતા રોગોમાં પણ વિશેષ કામ કરી આપી શુક્રાણુના કાઉન્ટ વધારે છે.
સ્ત્રીઓની વંધ્યત્વની સમસ્યા માટે ખૂબજ સફળ પુરવાર થયેલ દવાઓ વિશે જણાવું છું આ દવાઓથી વંધ્યત્વ, ગર્ભસ્ત્રાવ, ઋતુચક્ર સાફ ન આવવું, ગર્ભ ન રહેવો, મરેલુ બાળક આવતું હોય, તો તે મટી સ્ત્રી ગર્ભધારણ કરે છે. ૪૦ વર્ષની ઉપરની સ્ત્રીઓના વંધ્યત્વમાં પણ આ દવાઓ અકસીર પુરવાર થઇ છે. લક્ષણો કેટલા પ્રમાણમાં છે તે ઉપરથી દવાઓનું સેવન કરવાનું કહેવામાં આવે છે.
દવાના મુખ્ય ઘટક દ્રવ્યોઃ કમળકાકડી, અશ્ર્વગંધા, જેઠીમધ, ત્રિફળા, દેવદાર, ઉલટકમલ, શિવલીંગનાબીજ, પુત્રજીવકના બીજ, બીજોરાના બીજ, બંગભસ્મ, લોહભસ્મ,પારસ પીપળાના બીજ, સુખડ, નાગકેસર (અસલી), સરપંખો, ભસ્મોને જુદી રાખી વનસ્પતિઓનું બારિક ચૂર્ણ કરી સર્વ સાથે મેળવીને નીચેની ચીજોના રસ કે કવાથની એક-એક ભાવના દેવી.
ગુણધર્મોઃ સ્ત્રીબીજનું ઉત્પાદન વધારી સમયસર ઓવરીમાંથી બહાર પાડે. સરવાઇકલ મ્યુકસને પાતળું બનાવે. જેથી શુક્રાણુ સહેલાઇથી ગર્ભાશયના મુખ સુધી પહોંચી સ્ત્રીબીજ ન બનતું હોય્ય તેવી સ્ત્રીઓમાં આ ગોળીમાં રહેલ બીજોરાના બીજ સ્ત્રીબીજ બનાવવા સહાયભૂત થાય છે. ગર્ભાશયની આકુંચન સંકુચનની ક્રિયાને ગતિમય બનાવે (ગર્ભાધારણ થતાં પહેલા) જેથી, સ્ત્રીબીજ, પુરુષબીજ આસાનીથી ફળદ્રુપ બની શકે ગર્ભના ધારણ થયા પછી ગર્ભાશયની ક્રિયા નિયમિત રાખે.આમ કરતાં ગર્ભાશયમાં જવા માટે શુક્રાણુના માર્ગમાં જે અવરોધ હોય તેને દૂર કરે છે.
આ ઔષધના ઘટક દ્રવ્યોનું એટલુ સુંદર સંયોજન કરેલુ છે કે ગર્ભાધારણ થવા માટેના ચારેય ક્ષેત્રમાં તે ઉપયોગી નિવડે છે. પિટ્યુટરીગ્રંથીના અંતસ્ત્રાવને પણ સપ્રમાણ બનાવે અને લોહીમાં ફરતા અયોગ્ય તત્વોને દૂર કરી પોતાની કાર્યશિલતા વધારે છે. ઘણી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ, આર્તવદોષમાં જ તકલીફ હોય છે. તે પણ આ ટીકડીનુ સેવન, ઉલટકમલના કવાથ સાથે વૈધની સૂચના મુજબ કરવાથી ચોક્કસ લાભ થાય છે.
ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના લેવલને પણ રક્તમાં સપ્રમાણીત રાખે છે. શ્વેતપ્રદર, રક્તપ્રદર, પાડુંતા સ્ત્રીઓને વારંવાર થતો ગર્ભપાત વગેરે કારણો માટે પણ આ ટીકડીના સેવનથી જરૂર ગર્ભધારણ થાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન કોઇ તકલીફ રહેતી નથી.
સ્પેસ્યલ રસાયણઃ જ્યંતી (અરણી) , ના રસ અને ગંધકના યોગથી બનાવેલી મોટી ભસ્મ ૧ તોલો ગંધકના યોગથી મારિત સુવર્ણ ભસ્મ ૨ તોલા , કાંત લોહ ભસ્મ ૩ તોલા , અભ્રખ સત્વ ભસ્મ ૪ તોલા, શુદ્ધ ગન્ધક અને ફુલાવેલો ટન્કણખાર ૪-૪ તોલા મેળવી આદુના રસમાં ૨૦ દિવસ ખરલ કરવું, (આદુનો સ્વરસ ૨-૩ કલાક પડી રહે ત્યારે નીચે સફેદ સત્વ બેસી જાય છે.
પછી સંભાળપૂર્વક ઉપરથી પાતળું પ્રવાહી ગાળીને ઉપયોગમાં લેવું) પછી સર્વ ચુર્ણના સમાન શુદ્ધ પર અને ગન્ધકની પર્પટી મેળવી બકરીના દૂધમાં એક દિવસ ખરલ કરી ૨-૨ રતિની ગોળીઓ બનાવી લેવી. માત્રાઃ ૨-૨ રતિ દિવસમાં એકવાર મધ અને પીપર સાથે લેવી. ઉયોગઃ આ રસાયણ શીતવર્ય નિર્બળતાનાશક અને આયુષ્યવર્ધક છે, સ્મરણશક્તિ વધે છે. આનઙ્મ સેવનથી વઁધ્યને પુત્રપ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓના નગોદર અને ઉપવિષ્ટક (ગર્ભાશયના ગર્ભ સુકાય જવો અથવા ચોંટી જવો) ને જલ્દી દૂર કરે છે. સગર્ભાના સર્વરોગોને દૂર કરીને ગર્ભને બળવાન બનાવે છે. અનુપાન, વાંસકપૂર માખણ અને પસાકર સાથે.
ગર્ભધારક યોગઃ રસસિંદૂર, જાયફળ, જાવન્તરિ, લવિંગ, કપૂર, કેસર અને રસવંતી એ બધાને સરખે ભાગે મેળવી શતાવરીના ક્વાથમાં ત્રણ દિવસ ખરલ કરી ૧-૧ રતિની ગોળીઓ બનાવી લેવી. ઉપયોગઃ માસિકધર્મ આવ્યા બાદ ચોથા દિવસમાં ૨ વાર ૩ દિવસ સુધી ૧ થી ૨ ગોળી ખાયને ઉપર દૂધ પીવું આ પ્રકારે ૩ ઋતુપર્યન્ત ખાવાથી ગર્ભધારણ થઈ શકે છે.
સનતાનકારક ઉપાયોઃ બલદાણા, સાકર, જેઠીમધ, ખપાટ, વડવાઈના અગ્રના કુણા ભાગ અને નાગકેસર ને મધ, દૂધ તથા ઘીમાં વાટી પીધા હોય તો વાંઝણી સ્ત્રી પણ અવશ્ય પુત્રને પ્રસવે છે. ઋતુ પછી નાહેલી સ્તર પુષ્ય નક્ષત્રમાં કાઢેલા ધોળી ભોરીંગણીના મૂળને કુંવારી કન્યાના હાથે દૂધમાં વટાવી જો પીવે તો તે અવશ્ય ગર્ભધારણ કરે છે. પીળા ફુલવાળા ખાટાં એશળિયાના મૂળ, ધાવડીના ફૂલ, વડવાઈના કુણા અગ્રભાગ અને કાળા કમળને દૂધમાં વાટી જો પીવાય તો અવશ્ય તે ગર્ભ આપે છે.
કૌચાના મૂળ અને કાંઠાનો ગર્ભ દૂધમાં ઘૂંટી આપવાથી ગર્ભ ધારણમાં મદદ કરે છે. શિવલિંગ, ભલભીંગ, પારસ પીપળો એ દરેક અડધો તોલો, જીરું એ એક તોલો, બદામ બે તોલા, સાકર ચાર તોલા, સર્વને ભેગા કરી તેની લાડુડી કરવી આ લાડુડી ગર્ભધારણ કરવા માટે ઉપયોગી છે. ગર્ભ પડી જતો હોય તો તેનું સ્તમ્ભન કરવામાં તે કામ લાગે છે. ગર્ભ વારંવાર પડી જતો હોય તો, ગર્ભધારણ થવામાં તકલીફ રહેતી હોય તો આ યોગ શક્તિવર્ધક હોવાની સાથે સાથે ગર્ભધારક કરાવનાર યોગ પણ છે.