Western Times News

Gujarati News

આયુષ્માન ખુરાનાની ફિલ્મ “ડ્રીમ ગર્લ ૨”નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ

મુંબઈ, બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના આજકાલ તેની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ ૨ માટે ચર્ચામાં છે. તાજેતરમાં આ ફિલ્મનો એક નાનો પ્રોમો વિડિયો રિલીઝ થયો હતો, જેમાં આયુષ્માન ખુરાના પૂજાના પાત્રમાં લોકોનું મનોરંજન કરતો જાેવા મળ્યો હતો. હવે આ ફિલ્મનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેમાં આયુષ્માન ખુરાનાનો રસપ્રદ લૂક જાેવા મળ્યો હતો. Ayushmann Khurrana’s film “Dream Girl 2” first look released

જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં આયુષ્માન ખુરાના બે રૂપમાં જાેવા મળી રહ્યો છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ ૨નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે, જેમાં તે એક તરફ પૂજા અને બીજી તરફ કરમના રૂપમાં જાેવા મળી રહ્યો છે. પૂજા તરીકે તે બ્લાઉઝ અને સ્કર્ટ પહેરેલો જાેવા મળે છે, જે લાંબા વાળ ધરાવે છે અને લિપસ્ટિક લગાવતી વખતે અરીસામાં જાેઈ રહ્યો છે. ડ્રીમ ગર્લ ૨નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કરતાં આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘આ માત્ર પહેલી ઝલક છે.

આયુષ્માન ખુરાનાએ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરવાની સાથે જ તેની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આયુષ્માનની પત્ની તાહિરાને પોસ્ટર ઘણું પસંદ આવ્યું છે, તેણે તેના પર ફાયર અને હાર્ટ ઇમોજી બનાવ્યું છે. અભિનેત્રી અમૃતા કહનવિલકરે લખ્યું, “અરે કોઈ સીટી બજાઓ.” તે જ સમયે એક ચાહકે લખ્યું, ‘આની રાહ જાેઈ શકતો નથી.’

બીજાએ લખ્યું, ‘ખૂબ જ ઉત્સાહિત છીએ.’ તમને જણાવી દઈએ કે રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કરમ (આયુષ્માન ખુરાના)ના પાત્રની આસપાસ ફરે છે. આખરે તે પરી (અનન્યા પાંડે) સાથે પ્રેમમાં પડે છે, જેના પગલે વાર્તા એક મોટો વળાંક લે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ ૨૫ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલની જાહેરાત કરી ત્યારથી ફેન ઉત્સાહિત હતા. પહેલા ભાગમાં એક્ટર ‘પૂજા’ નામની છોકરી બનીને પુરુષોની સાથે લોભામણી વાતો કરીને ફસાવતો જાેવા મળ્યો હતો. તે એક કોમેડી ફિલ્મ હતી પરંતુ મેકર્સે સિક્વલ તેનાથી પણ રસપ્રદ હશે તેવો દાવો કર્યો છે.

‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન ખુરાનાની ઓપોઝિટમાં લીડ રોલમાં નુસરત ભરુચા હતી જ્યારે સિક્વલમાં તેને અનન્યા પાંડેએ રિપ્લેસ કરી છે. આ સિવાય ફિલ્મમાં અસરાની, પરેશ રાવલ, રાજપાલ યાદવ, વિજય રાઝ, સીમા પાહવા, અભિષેક બેનર્જી પણ જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.