Western Times News

Gujarati News

રાજ્યમાં તા.૧૧ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ “આયુષ્માન આરોગ્ય શિબીર”નું આયોજન કરવામાં આવશે

file

પેટા આરોગ્ય કેંદ્ર- આયુષ્માન આરોગ્ય મંદિરતેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિબિર યોજાશે

   વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૦૭ ઓક્ટોબર૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. આ વિકાસની ગતિ સતત ચાલુ રહે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ની ઊજવણી કરવામાં આવશે.

જેના ભાગરૂપે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની આગેવાનીમાં તા. ૧૧ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાજ્યમાં પેટા આરોગ્ય કેંદ્ર- આયુષ્માન આરોગ્ય મંદિર,  તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે  “આયુષ્માન આરોગ્ય શિબીર” નુ આયોજન કરવામાં આવશે. તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

   યાદીમાં વધુમાં જણાવ્યું છે કેઆયુષ્માન આરોગ્ય શિબીરમાં જિલ્લા ના કોઈ પણ એક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિષ્ણાંત સેવાઓની ઉપલબ્ધતા એટલે કે સ્ત્રીરોગ ચિકિત્સકબાળરોગ નિષ્ણાતસર્જનએનેસ્થેટીસ્ટઆંખના નિષ્ણાત, ENT નિષ્ણાતત્વચા રોગ ચિકિત્સકમનો ચિકિત્સકડેન્ટલ સર્જન વગેરે નિષ્ણાતો ની  નાગરિકોને સેવા મળશેઓપરેશન (માઇનર/મેજર), MTP, મોતિયાના ઓપરેશનો વગેરે  કરવામાં આવશે.

પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવશે તેમજ  ABHA (આરોગ્ય ID) જનરેટ કરવાના રહેશે. આર એમ એન સી એચ+એ ની સેવાઓટીબી સ્ક્રીનીંગ અને સારવાર અને સીબેક ર્ફોમ જે આશા દ્વારા ભરવાએનસીડીની સ્ક્રીનીંગ અને સારવારસિકલ સેલ સ્ક્રીનીંગ અને સારવાર ની સુવિધા નાગરિકોને આપવામાં આવશે. 

  વધુમાં શિબિરમાં  આયુષ સેવાઓ, IEC, BCC અને કાઉન્સેલિંગ સેવાઓસિકલ સેલ સ્ક્રીનિંગ અને સિકલ સેલ કાર્ડનું વિતરણ (ફક્ત અસરગ્રસ્ત વિસ્તારમાં)વેલનેસ પ્રવૃત્તિઓ જેવી કે યોગામેડીટેશન/ધ્યાનવ્યક્તિગત માસીક સ્વચ્છ્તાપોષણ વિશે માહિતીપેટા આર્રોગ્ય કેંદ્ર,  પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ઉપર નાગરિકોનો માનસિક સ્વાસ્થય કાઉંસીલીંગ થાય તેમ આયોજન કરવા યાદીમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.