આયુષ્માન ખુરાના આગામી ફિલ્મમાં વેમ્પાયર બનશે

આ હોરર-કોમેડીની સાથેસાથે રોમેન્ટિક ફિલ્મ પણ બનશે
સ્ત્રી , ભેડિયા અને મુંઝ્યા પછી દિનેશ વિઝન થામા નામની એક હોરર-કોમેડી ફિલ્મ બનાવી રહ્યો છે
મુંબઈ,
સ્ત્રી , ભેડિયા અને મુંઝ્યા પછી દિનેશ વિઝન થામા નામની એક હોરર-કોમેડી ફિલ્મ બનાવી રહ્યો છ.ે જેમાં આયુષ્માન ખુરાના વૈમ્પાયરના રોલમાં હશે.દિનેશની યોજના હોરર-કોમેડી યૂનિવર્સની એ ફિલ્મોને ફક્ત વધારવાની નથી, પરંતુ યૂનિવર્સની એક ફિલ્મની કડી બીજી સાથે જોડાયેલી રહે તેવા તેના પ્રયાસ છે. ફિલ્મ થામામાં દિનેશ વિઝન હોરર યૂનિવર્સની કડી જોડશે, જે ભેડિયો છે. એક રિપોર્ટના અનુસાર, ફિલ્મ થામાંમાં થામા અને ભેડિયાના ટકરાવનો એ જબરદસ્ત સીન હશે.
હાલમાં જ મુંબઇના એક સ્ટૂડિયોમાં વરુણ ધવન અને આયુષ્માને પોતાના શૂટિંગ પુરુ કર્યા છે. આ દ્રશ્ય થામા ફિલ્મ માટે મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે રીતે વરુણ ધવનની હોરર-કોમેડી ભેડિયા ફિલ્મમાં સ્ત્રી ની એન્ટ્રી થઇ હતી અને સ્ત્રી ટુમાં વરુણ ધવન કેમિયો રોલમાં ભેડિયા બનીને આવ્યો હતો એ જ રીતે ફિલ્મ થામામાં પણ દિનેશ વિઝન પોતાની પાછલી હોરર-કોમેડી ફિલ્મ સાથે કડી જોડવાનો છે.ss1