Western Times News

Gujarati News

માણેકચોક ગોલ્ડ-સિલ્વર ઓર્નામેન્ટ્સ એસોસિએશનના સહયોગથી યોજાયું B2B એક્ઝિબિશન

અમદાવાદ ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશનનું ઉદ્ધાટન કર્યું

અમદાવાદ ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ત્રણ દિવસ સુધી ચાલનારા ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશનનું ઉદ્ધાટન કર્યું હતું. આ એક્ઝિબિશન ફક્ત B2B જ્વેલર્સ-ઓર્નામેન્ટ્સ માટે યોજાયું હતું. જે માણેકચોક ગોલ્ડ-સિલ્વર ઓર્નામેન્ટ્સ એસોસિએશનના સહયોગથી યોજાયું હતું.

ત્રણ દિવસ સુધી ચાલનારા આ એક્ઝિબિશનમાં 132 જેટલા સોના ચાંદીના વેપારીઓએ ભાગ લીધો હતો. મંત્રીશ્રીએ એક્ઝિબિશનના તમામ સિલ્વર-ગોલ્ડ જવેલરીના સ્ટોલની મુલાકાત લીધી હતી.

ત્રણ દિવસ સુધી ચાલનારા ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશનમાં 132 જેટલા સોના ચાંદીના વેપારીઓએ ભાગ લીધો

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.